Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
सूत्र-3
હોય તેટલામાં અવિપરીત જ શ્રદ્ધા હોય છે. જે જાણ્યું નથી તેમાં પણ બોધશક્તિ હણાઇ નથી. કેમકે (જિનવચનને) બાધા ન પહોંચે તે રીતે જ પ્રવૃત્તિ કરે છે. આથી જ વિદ્વાનો કહે છે કે- સમ્યગ્દષ્ટિ જીવો (મોક્ષના) માર્ગની દેશનાને અનુસરનારા અને અસદ્ આગ્રહથી રહિત હોય છે. પ્રાસંગિક વર્ણન આટલું પર્યાપ્ત છે. હવે પ્રસ્તુત વિષયને શરૂ કરીએ छीखे. (१-२ )
टीकावतरणिका - तच्चेदं सम्यग्दर्शनं यतो भवति यद्विधं चैतत् तदभिधित्सयाऽऽह—
ટીકાવતરણિકાર્થ— તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ આ સમ્યગ્દર્શન જેનાથી થાય છે=પ્રગટે છે અને જેટલા પ્રકારનું છે તે કહેવાની ઇચ્છાથી ગ્રંથકાર કહે છે—
સમ્યગ્દર્શનની ઉત્પત્તિના પ્રકારો—
तन्निसर्गादधिगमाद्वा ॥१-३ ॥
સૂત્રાર્થ– નિસર્ગ અથવા અધિગમ એ બે હેતુથી સમ્યગ્દર્શન પ્રગટ थाय छे. (१-3)
भाष्यं - तदेतत्सम्यग्दर्शनं द्विविधं भवति । निसर्गसम्यग्दर्शनमधिगमसम्यग्दर्शनं च । निसर्गादधिगमाद्वोत्पद्यत इति द्विहेतुकं द्विविधम्। निसर्गः परिणामः स्वभावः अपरोपदेश इत्यनर्थान्तरम् । ज्ञानदर्शनोपयोगलक्षणो जीव इति वक्ष्यते । तस्यानादौ संसारे परिभ्रमतः कर्मत एव कर्मणः स्वकृतस्य बन्धनिकाचनोदयनिर्जरापेक्षं नारकतिर्यग्योनिमनुष्यामर भवग्रहणेषु विविधं पुण्यपापफलमनुभवतो ज्ञानदर्शनोपयोगस्वाभाव्यात् तानि तानि परिणामाध्यवसायस्थानान्तराणि गच्छतोऽनादिमिथ्यादृष्टेरपि सतः परिणामविशेषादपूर्वकरणं तादृग्भवति येनास्यानुपदेशात्सम्यग्दर्शनमुत्पद्यत इत्येतन्निसर्गसम्यग्दर्शनम् । अधिगमः अभिगम आगमो निमित्तं श्रवणं शिक्षा उपदेश इत्यनर्थान्तरम् । तदेवं परोपदेशाद्यत्तत्त्वार्थ श्रद्धानं भवति तदधिगमसम्यग्दर्शनमिति ॥१-३॥