Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૯ હવે વિસ્તારથી અર્થ કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છેતીનામિત્યકિ અવિપરીત( જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપવાળા) જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા થવી આ આ પ્રમાણે છે એવી રુચિપૂર્વક અતિશય પ્રીતિ થવી તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે. (મર્યમા=જણાઈ રહેલ, અથવા અર્થમા=જનાર, એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં જનાર.)
- તત્ત્વ અને અર્થ એ બે શબ્દોનો ઉલ્લેખ શા માટે? પૂર્વપક્ષ– જે તત્ત્વ( યથાર્થસ્વરૂપ છે) તે પદાર્થને(= જીવાદિ પદાર્થને) છોડીને ન રહે. જે પદાર્થ છે તે તત્ત્વને છોડીને ન રહે. આથી એ બંનેનું ગ્રહણ યુક્ત નથી, (અર્થાત્ તત્ત્વાર્થશ્રદ્ધાને એમ કહેવાને બદલે તત્ત્વશ્રદ્ધાનું અથવા અર્થશ્રદ્ધાને એમ કહેવું જોઈએ. એથી તસ્વાર્થશ્રદ્ધાને એમ કહેવું યુક્ત નથી.)
ઉત્તરપક્ષ- કપિલ(=સાંખ્યદર્શન પ્રણેતા)આદિએ કલ્પેલા એકાંતે નિત્યાદિ પદાર્થોમાં તત્ત્વ એવું વિશેષણ ન ઘટે. કારણ કે તે પદાર્થોમાં ફળને ઉત્પન્ન કરે તેવી ક્રિયા નથી. (અર્થાત્ તેવા પદાર્થોથી મોક્ષ આદિ કાર્ય સિદ્ધ ન થાય.) આથી તે પદાર્થરૂપ નથી, કિંતુ અનર્થરૂપ છે. આ વિષયને અન્ય ગ્રંથમાં (વિસ્તારથી) જણાવ્યો છે. (અર્થa સ તેષાઋ) કપિલ આદિ દાર્શનિકો તેને નિત્ય જીવાદિને અર્થરૂપ માને છે. તેને દૂર કરવા=નિત્ય જીવાદિ પદાર્થો અર્થરૂપ નથી એમ નિષેધ કરવા માટે અહીં બંનેનું કથન કર્યું છે. આનો અર્થ એ થયો કે તત્ત્વાર્થોની= નિત્યાનિત્યાદિ રૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા=રુચિ તે સમ્યગ્દર્શન.
અર્થ શબ્દનો ઉલ્લેખ શા માટે? પૂર્વપક્ષ– આ પ્રમાણે પણ તત્ત્વ શબ્દનો જ ઉલ્લેખ કરવો જોઇએ. કેમકે તત્ત્વ પદાર્થની સાથે અવશ્ય હોય છે. તત્ત્વ( યથાર્થસ્વરૂપ) પદાર્થોને છોડીને બીજે ક્યાંય ન રહે. તે આ પ્રમાણે- જો કે કલ્પિત પદાર્થ તત્ત્વ વિના પણ રહે છે. તો પણ તત્ત્વ પદાર્થને છોડીને ન જ રહે. કેમકે