Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૧
સૂત્ર-૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ આ આ પ્રમાણે જ છે એવું અવધારણ કરવું તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે. આવું તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન છે.
અથવા તત્ત્વ અને માવતર એ પદોને અલગ અલગ ન કરતાં તત્ત્વન એ પદનું માવત: એ પદ વિવરણ છે. ભાવથી(=પરમાર્થથી) નિશ્ચયવાળું. (માત્ર બીજાને બતાવવા માટે નિશ્ચયવાળું નહિ.).
આ પ્રમાણે (તત્ત્વનામર્થનાં તત્ત્વની વાડનાં શ્રદ્ધાને એવી) બે પ્રકારની સમાસ કલ્પના બતાવીને વિસ્તારથી બતાવતા ભાષ્યકાર કહે છે- તત્ત્વ એવા જીવાદિ, જે હવે કહેવાશે. તત્ત્વ એટલે અવિપરીત સ્વરૂપમાં રહેલા જીવાદિ, અર્થાત્ પોતાનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપે રહેલા જીવાદિ. જીવનું લક્ષણ (જ્ઞાન-દર્શનનો) ઉપયોગ છે. સૂત્રના ક્રમ પ્રમાણે જીવતત્ત્વ બધા તત્ત્વોની આદિમાં છે. આથી અહીં જીવાદિ એમ બોલાય છે.
તત્ત્વ અને અર્થ એ બે શબ્દોમાં વિશેષણ-વિશેષ્યભાવની કલ્પનારૂપ પક્ષને આશ્રયીને ભાષ્યકાર કહે છે- તત્ત્વો એ જ અર્થો( પદાર્થો) છે. તત્ત્વો એ જ અર્થો છે એ અર્થની અપેક્ષાએ (તે એ પ્રમાણે) પુલ્લિગમાં નિર્દેશ કર્યો છે. અન્યથા તત્ત્વ શબ્દ નપુંસકલિંગમાં છે.) તે જ જીવાદિ જણાતા હોવાથી અથવા (એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં) જતા હોવાથી અર્થ છે.
શ્રદ્ધાન શબ્દનો અર્થ હવે શ્રદ્ધનમ્ એ પદના અર્થને કહે છે- શ્રદ્ધાન એટલે જીવાદિ પદાર્થોમાં પ્રત્યયથી અવધારણ કરવું. પ્રત્યયથી એટલે કે શ્રદ્ધાને રોકનારા કર્મના ક્ષયોપશમ આદિ નિમિત્તથી, અથવા (તત્ત્વોની) વિચારણાથી થયેલા જ્ઞાન વડે, અથવા તે ઉભયથી, શ્રતાદિને વિચારીને “આ આ પ્રમાણે જ છે અને આ જ તત્ત્વ છે” એવી જે વૃત્તિ(=અવધારણ) થાય તે પ્રત્યયાધારણ છે.
પ્રશ્ન- તત્ત્વનામથનાં શ્રદ્ધનમ્ એમ છઠ્ઠી વિભક્તિમાં અર્થ બતાવીને હવે તેવું પ્રત્યયવહારમ્ એ સ્થળે સપ્તમી વિભક્તિમાં અર્થ કેમ કહ્યો?