Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨ તેનું પદાર્થનું યથાર્થસ્વરૂપ તે તત્ત્વ એવો તત્ત્વ શબ્દનો અર્થ છે. (પદાર્થનું યથાર્થસ્વરૂપ પદાર્થને છોડીને ન જ રહે.)
ઉત્તરપક્ષ– પરમાર્થથી તમારી તત્ત્વ અર્થને છોડીને ન રહે એ વાત સાચી છે. પણ કેટલાક તત્ત્વને પણ કલ્પિત માને છે. જેમ કે સર્વ શૂન્ચે બધું જ શૂન્ય છે. આ શૂન્યપણું અર્થરૂપ નથી, કિંતુ અનર્થરૂપ છે. આનો અર્થ એ થયો કે પદાર્થ તત્ત્વને છોડીને રહે છે.
'ઉભયપદમાં વ્યભિચાર(=સાહચર્યનો અભાવ) હોય તો જ વિશેષણવિશેષ્યભાવ હોય એવો નિયમ નથી. કિંતુ એક પદના વ્યભિચારમાં પણ વિશેષણ-વિશેષ્યભાવ જોવામાં આવે છે. જેમકે અન્ દ્રવ્ય, પૃથિવી દ્રવ્ય. અહીં પાણી દ્રવ્ય જ હોય, પણ દ્રવ્ય પાણી જ હોય એવો નિયમ નથી. દ્રવ્ય પાણી હોય કે પાણી સિવાયની બીજી વસ્તુ પણ હોય.
અથવા આ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ કરવાથી શું ? “તત્ત્વાર્થશ્રદ્ધા” એ પદના જેમાં કોઈ જાતની શંકા ન રહે તેવા બીજા વિગ્રહને કહે છે“તત્ત્વન રૂત્યાદ્રિ, તત્ત્વથી અર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. આ કેવળ અર્થકથન છે. બાકી ત્રણ પદનો તૃતીયા તપુરુષ ન સંભવે. (આથી) વિગ્રહ આ પ્રમાણે જાણવો- અર્થોનું શ્રદ્ધાન તે અર્થશ્રદ્ધાન. તત્ત્વથી અર્થશ્રદ્ધાન તે તત્ત્વાર્થશ્રદ્ધાન. વા શબ્દ અન્ય પક્ષને બતાવવા માટે છે, અથવા આ પક્ષ શ્રદ્ધા કરવા યોગ્ય છે એમ જણાવવા માટે છે. જે આવા પ્રકારનું છે તે સમ્યગ્દર્શન છે એમ લક્ષ્યનો નિર્દેશ કર્યો છે.
અહીં જ ભાવાર્થને કહે છે- તત્ત્વથી એટલે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપથી શ્રદ્ધા કરવી, વસ્તુ જેવા સ્વરૂપે નથી તેવા સ્વરૂપથી નહિ. ભાવથી એટલે પોતાના જ્ઞાનથી, નહિ કે માતા-પિતા આદિના દાક્ષિણ્યથી. નિશ્ચિત એટલે આ પ્રમાણે જ એમ અવધારણ કરેલું, સંદેહવાળું નહિ. અર્થાત્ વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે સ્વયં જાણીને ૧. નીતોઅહીં ઉભયપદનો વ્યભિચાર છે. કેમકેનીલ ઉત્પલ જ હોય એવો નિયમ નથી. બીજી વસ્તુ પણ નીલ હોય. તેવી રીતે ઉત્પલ નીલ જ હોય એવો નિયમ નથી. રક્ત વગેરે પણ હોય.