Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૨
૧૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ દોષ ન હોય.) અર્થાત્ સમ્યગ્દર્શન તત્ત્વો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે રુચિની પ્રધાનતાવાળું છે. અવ્યુત્પત્તિપક્ષના આધારે આ અર્થ છે. વ્યુત્પત્તિપક્ષના આધારે અર્થને ભાષ્યકાર કહે છે- મિત્ય, સંગત દર્શન એટલે નિત્યાનિત્યાદિના બોધના અનુસાર પ્રવર્તેલુ દર્શન. તત્ત્વોના બોધથી જ ઉત્પન્ન થયેલી રુચિ સંગત દર્શન છે એવો ભાવ છે.
આ પ્રમાણે સમ્યગ્દર્શન શબ્દના અવયવોના વ્યાખ્યાનથી સમજ્ઞાન અને સમ્યફચારિત્રનું પણ કાકુ વડે સંક્ષેપથી વ્યાખ્યાન કરાયેલું જાણવું. તે આ પ્રમાણે- સમ્યજ્ઞાન શબ્દમાં પણ સમ્યફ શબ્દ પ્રશંસા અર્થવાળો નિપાત છે. અથવા સમ પૂર્વક સંસ્કૃતિ (ક) ધાતુનું વિવ૬ પ્રત્યયાત સમ્યક એવું રૂપ છે. જ્ઞાન શબ્દ ભાવમાં (ભાવસાધનમાં) જ છે. એ પ્રમાણે ચારિત્રમાં પણ જાણવું, આ અંગે વિશેષ (તેમના) સ્વસ્થાનમાં કહીશું.
સર્વસ્થળે અવ્યુત્પત્તિપક્ષ પૂર્વક જ વ્યુત્પત્તિપક્ષ હોય છે એમ જણાવવા માટે અહીં પહેલાં અવ્યુત્પત્તિપક્ષ કહ્યો છે. તે આ પ્રમાણે- (૦, ૬, જુ વગેરે...) વર્ણ આદિની વ્યુત્પત્તિ નથી. પદ વગેરે વર્ણાદિ પૂર્વક જ હોય છે. પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. (૧-૧)
टीकावतरणिका- सम्प्रति यथोद्दिष्टानां सम्यग्दर्शनादीनामाद्यस्य નક્ષામહં–
ટીકાવતરણિતાર્થ– હવે જે રીતે સમ્યગ્દર્શન આદિનો ઉદ્દેશ કર્યો છે તે રીતે આદ્ય સમ્યગ્દર્શનના સ્વરૂપને કહે છે– સમ્યગ્દર્શનનું લક્ષણતત્વાર્થશ્રદ્ધા સ નમ્ -રા સૂત્રાર્થ-તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. (૧-૨)
भाष्यं- तत्त्वानामर्थानां श्रद्धानं, तत्त्वेन वार्थानां श्रद्धानं तत्त्वार्थश्रद्धानम्, तत् सम्यग्दर्शनम् । तत्त्वेन भावतो निश्चितमित्यर्थः । तत्त्वानि ૧. વાયુ શબ્દના અનેક અર્થ છે. તેમાં અહીં એક શબ્દનું વ્યાખ્યાન કરવાથી તેની સમાન બીજા
શબ્દોનું પણ વ્યાખ્યાન જણાઈ જાય એવા અર્થમાં છે. ૨. જે શબ્દના અંતે વિભક્તિ લાગી હોય તે પદ કહેવાય. (સિદ્ધહેમશબ્દાનુશાસન ૧-૧-૨૦)