Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧ સામાન્ય જ છે વિશેષો નથી એમ એક નયના આલંબનવાળી દૃષ્ટિ વ્યભિચારદોષવાળી છે. કેમકે આ દૃષ્ટિ અન્ય કારણોનો અપલાપ કરે છે. જે દૃષ્ટિ પદાર્થને યથાર્થ( જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે) જણાવે તે દષ્ટિ વ્યભિચારદોષથી રહિત છે. જે દૃષ્ટિ સામાન્ય પદાર્થ વિશેષ પદાર્થથી જોડાયેલો છે વિશેષથી છૂટું ન પડે તે રીતે વિશેષના સંબંધવાળો છે એમ સર્વનયના આલંબનવાળી છે, તે દૃષ્ટિ વ્યભિચારદોષથી રહિત છે. આ દષ્ટિ વિરોધથી રહિત હોવાથી સત્ય છે.
ભાષ્યકાર આ દૃષ્ટિને જ કહે છે- જીવના લિંગ સ્વરૂપ સ્પર્શન વગેરે સર્વ ઇન્દ્રિયોના અને છઠ્ઠા મનના વિષયભૂત સ્પર્શ વગેરે પદાર્થોનું જ્ઞાન તે સમ્યગ્દર્શન.
ઇન્દ્રિય શબ્દની વ્યુત્પત્તિ- ઈન્દ્ર એટલે જીવ. લિંગ એટલે ઓળખાવનાર. જીવને જે ઓળખાવે તે ઇન્દ્રિય. સ્પર્શન વગેરે ઇન્દ્રિયો જીવને ઓળખાવે છે.
પદાર્થોનો બોધ થયા પછીના કાળે સ્વથી(=નિસર્ગથી) કે પરથી(=અધિગમથી) થનારી (શુભ)અધ્યવસાય રૂપ જે રુચિ તે દર્શન છે. આવા પ્રકારનું દર્શન વિશેષ પ્રકારનું હોવાથી વિશેષતાને બતાવનારની અપેક્ષા રાખે છે. આથી ભાષ્યકાર કહે છે- તત્ સગર્શનમ્ તે સમ્યગ્દર્શન છે, અર્થાત્ હમણાં જ કહેલું જ્ઞાન તે સમ્યગ્દર્શન છે. [અહીં સમ્યફ વિશેષણ ઉમેરીને એ જણાવ્યું કે આ દર્શન સામાન્યદર્શન નથી, કિંતુ સમ્ય(સાચું) દર્શન છે.] આ જ સમ્યગ્દર્શનને નિપાતથી અને યોગથી (અવ્યુત્પત્તિપક્ષ અને વ્યુત્પત્તિપક્ષ) એ બે પક્ષને આશ્રયીને વિશેષથી યોજના કરતા ભાષ્યકાર કહે છે- સમ્યગ્દર્શન પ્રશસ્ત દર્શન છે. સમ્યગ્દર્શન મુક્તિસુખનું કારણ હોવાથી પ્રશસ્ત છે.
સમ્યગ્દર્શન કોનું ? (તેના જવાબમાં ટીકાકાર કહે છે-) તત્ત્વોનું સમ્યગ્દર્શન. કારણ કે સમ્યગ્દર્શનનો સ્વભાવ જ છે કે જેથી સમ્યગ્દર્શનથી તત્ત્વોનું દર્શન થાય. તત્ત્વોની અયથાર્થ પ્રતીતિ(=બોધ) અજ્ઞાનાવરણ દોષથી થાય છે. (સમ્યગ્દર્શન હોય ત્યારે અજ્ઞાનાવરણ