Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧
ઉત્તરપક્ષ – આ વાત બરોબર છે. તો પણ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ આદિ નિમિત્તથી થનારું જ્ઞાન તેવા પ્રકારની રુચિનો પરિણામ ઉત્પન્ન થયે છતે થાય છે. એથી જ્ઞાન સમ્યગ્દર્શન પૂર્વક(=જેની પૂર્વે સમ્યગ્દર્શન છે તેવું) કહેવાય છે, અર્થાત્ પહેલાં સમ્યગ્દર્શન થાય છે અને પછી જ્ઞાન થાય છે એમ કહેવાય છે. આથી અહીં કંઈ પણ અયુક્ત નથી. આથી જ સમ્યગ્દર્શનના લાભ પછી તુરત મૃત્યુ પામનાર કોઈક જીવને જ્ઞાન ન પણ થાય. આથી પૂર્વનો લાભ થતાં ઉત્તરનો લાભ ન પણ થાય એ નિયમ સર્વવ્યાપક છે. અહીં પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. કેમકે પ્રસ્તુત આરંભનું ફળ માત્ર અક્ષરનો બોધ છે, અર્થાત્ સંક્ષેપમાં બોધ થાય એ માટે પ્રસ્તુત ટીકાનો) આરંભ કરવામાં આવ્યો છે.
સૂત્રમાં નિર્દેશ કરાયેલા સમ્યગ્દર્શનાદિ અવયવોનું વિભાગથી વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે–
તત્ર રૂત્યાદિ વાક્યના પ્રારંભ રૂપ છે, અર્થાત્ તત્ર રૂત્યાદ્રિ થી વાક્યનો પ્રારંભ થાય છે.
સમ્યક શબ્દનો અર્થ સંસ્થતિ એ સ્થળે તિ શબ્દથી અર્થથી જુદો કરાયેલો, અર્થાતુ અર્થથી રહિત સમ્યમ્ એવો શબ્દ ગ્રહણ કરાય છે. સમ્યફ શબ્દનો શો અર્થ છે. તે કહે છે- સમ્યફ શબ્દ પ્રશંસા અર્થમાં નિપાત છે, અર્થાત્ નામ વગેરે પદ નથી.
નિપાત–અર્થ આદિના પ્રકાશક તરીકે જેનો નિપાત કરાય તે નિપાત. (વ્યાકરણશાસ્ત્રમાં પ્રસિદ્ધ નિયમોથી જે સિદ્ધ ન થાય તે નિપાત.) આ નિસર્ગ સમ્યગ્દર્શનનો(=બાહ્યનિમિત્ત વિના) સ્વતઃ જ લાભ થતો હોવાથી પૂજિત છે. આથી( સ્વતઃ જ લાભ થતો હોવાથી) અંતરંગ છે. અંતરંગ હોવાથી અવ્યુત્પત્તિપક્ષના આધારે આ વ્યાખ્યાન કર્યું છે.
૧. જે શબ્દના અંતે વિભક્તિ આવેલી હોય તેને પદ કહેવાય. સમ્યગુ શબ્દ અંતે વિભક્તિ આવી
હોય તેવું પદ નથી.