Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧ જ્ઞાન-ચારિત્ર સાક્ષાત્ મોક્ષમાર્ગ છે એ જણાવવા માટે સમ્યફ શબ્દનો સંબંધ પ્રત્યેકની સાથે જોડવો એમ કહ્યું છે.
મિથ્યાત્વમોહનીયનાં ક્ષય-ક્ષયોપશમ-ઉપશમથી ઉત્પન્ન થયેલી તત્ત્વોની રુચિ સમ્યગ્દર્શન છે . જ્ઞાનાવરણીયકર્મનાં ક્ષય-ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ તત્ત્વોનો બોધ જ્ઞાન છે. ચારિત્રમોહનીયનાં ક્ષયક્ષયોપશમ-ઉપશમથી ઉત્પન્ન થયેલી સક્રિયામાં પ્રવૃત્તિ અને અસત્ક્રિયાથી નિવૃત્તિ સ્વરૂપ વિરતિ એ ચારિત્ર છે.
વારિત્રમિતિ એ સ્થળે રહેલો તિ શબ્દ પરિમાણને જણાવે છે. આટલો જ(આ ત્રણ જ) મોક્ષમાર્ગ છે, ધૂન કે અધિક નહિ.
ઉષ: એટલે રૂતિ શબ્દથી અવધારણ કરાયેલો અને વક્તા-શ્રોતાની બુદ્ધિમાં રહેલો. “આ જ” મોક્ષમાર્ગ છે, અન્ય નહિ.
પ્રસ્તુત પરિમાણની વિશેષથી સંખ્યાને કહે છે. ત્રિવિધઃ- હમણાં જ બતાવેલો ત્રણ પ્રકારવાળો મોક્ષમાર્ગ છે.
વિશુદ્ધિ પ્રાપ્ત કરવી એ મોક્ષમાર્ગ છે મોક્ષમા:- કર્મથી વિમુક્ત બનેલો આત્મા (જ) મોક્ષ છે. તેનો માર્ગ એટલે વિશુદ્ધિ પ્રાપ્ત કરવી, અર્થાત આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત કરવી એ મોક્ષનો માર્ગ છે. વિશુદ્ધિની પ્રાપ્તિ સમ્યગ્દર્શનાદિથી કરાય છે માટે સમ્યગ્દર્શનાદિ જ મોક્ષમાર્ગ છે.
જ્યારે ઇષ~ામ્ભારા પૃથ્વીથી ઉપલક્ષિત ક્ષેત્ર મોક્ષ છે એમ માનવામાં આવે ત્યારે પણ સર્વકાળે એ ક્ષેત્રની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શનાદિજ મોક્ષમાર્ગ છે. ૧. લોકાકાશનાં ઉપરના છેડાથી નીચે એક યોજન બાદ અને સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજના
ઊંચેઇષ~ામ્ભારા નામની પૃથ્વી આવેલી છે. તેને સિદ્ધશિલા પણ કહેવામાં આવે છે. જેમ રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓ છે તેમ ઈષ~ામ્ભારા પણ આઠમી પૃથ્વી છે. આ પૃથ્વીથી ઉપર ૩-૫/૬ ગાઉ(=૩ ગાઉં, ૧૬૬૬ ધનુષ્ય, ૨ હાથ અને ૧૬ આંગળ) ઉપર જતાં સિદ્ધજીવો આવે છે. જેમાં સિદ્ધજીવો રહે છે તે ક્ષેત્રને મોક્ષ કહેવામાં આવે છે. એથી ઈષત્નાભારા પૃથ્વી અને મોક્ષની વચ્ચે ૩-૫/૬ ગાઉ જેટલું અંતર છે. સિદ્ધોની અવગાહના પોતાના પૂર્વના શરીરનાં ૨/૩ ભાગની રહે છે. કારણ કે શરીરમાં ૧/૩ ભાગ જેટલા પોલાણમાં વાયુ ભરાયેલો છે. યોગનિરોધ થતાં વાયુ નીકળી જવાથી ૧/૩ ભાગનો સંકોચ