Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ અહીં “આ મોક્ષમાર્ગ છે” એનું “ત્રણ પ્રકારનો છે” એ વિવરણ છે. મોક્ષમાર્ગનો ઉપદેશ આટલો જ નથી, આથી તં પુરતાત્ ઈત્યાદિ કહે છે. હમણાં જ કહેલા મોક્ષમાર્ગને આગળનાં સૂત્રોમાં તત્ત્વાર્થશ્રદ્ધાનો સ ર્શનમ્ એ સૂત્ર દ્વારા સ્વરૂપથી અને તસિસથામાદ્ વા એ સૂત્રથી નિસર્ગ-અધિગમ દ્વારા અથવા ક્ષય-ઉપશમ દ્વારા પ્રકારો બતાવીને સ્વ-પરનાં અનુગ્રહ માટે વિસ્તારથી કહીશું.
સૂત્રોક્ત ક્રમથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ વિસ્તરેખ- ઉદ્દેશ સંક્ષેપથી કર્યો છે, એ અપેક્ષાએ વિસ્તારથી કહીશું.
પ્રશ્ન- જો એમ છે તો સંક્ષેપમાં અર્થને કહેનારા પહેલા સૂત્રને રચવાની શી જરૂર છે?
ઉત્તર–શાસ્ત્રનો જે ક્રમ છે તે ક્રમથી રચના કરવા માટે પહેલા સૂત્રને રચવાની જરૂર છે. (પહેલાં સમ્યગ્દર્શન, પછી સમ્યજ્ઞાન અને પછી સમ્યક્રચારિત્ર એ શાસ્ત્રનો ક્રમ છે. આ ક્રમને જણાવવા માટે પહેલા સૂત્રને રચવાની જરૂર છે.) લાભના ક્રમને બતાવવા માટે પણ પહેલા સૂત્રને રચવાની જરૂર છે. પહેલાં સમ્યગ્દર્શનનો લાભ થાય, પછી સમ્યજ્ઞાનનો અને પછી સમ્યક્રચારિત્રનો લાભ થાય.) એમ 1 શબ્દના ઉલ્લેખથી સૂચિત કર્યું છે.
શાસ્ત્રજે મુખ્ય પુરુષાર્થને કહે તે શાસ્ત્ર. (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોમાં મોક્ષપુરુષાર્થ મુખ્ય છે, અને આ શાસ્ત્ર મોક્ષ પુરુષાર્થને કહે છે.) એથી અહીં પ્રસ્તુત ગ્રંથ જ શાસ્ત્ર છે.
થઈ જાય છે. આથી શરીરનો ૨/૩ ભાગ બાકી રહે છે. વધારેમાં વધારે ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જીવો મોક્ષમાં જઈ શકે છે. ૫૦૦ ધનુષ્યની કાયાનો ૨/૩ ભાગ, ૩૩૩-૧/૩ ધનુષ્ય(=૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળ) થાય છે. એટલે આકાશનાં ઉપરનાં અંતિમ પ્રદેશથી નીચેના ૩૩૩-૧/૩ ભાગ સુધીમાં સિદ્ધ જીવો રહે છે. આથી લોકાકાશનાં સૌથી ઉપરનાં
૩૩૩-૧/૩ ધનુષ્ય પ્રમાણ ક્ષેત્રને મોક્ષ કહેવામાં આવે છે. ૧. માત્ર નામથી નિર્દેશ કરવો તે ઉદ્દેશ કહેવાય.