Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
અનુવાદ પ્રારંભ- વિ.સં. ૨૦૧૪, ચૈત્ર વદ-૨, જૈન ઉપાશ્રય, ઇરાની રોડ, દહાણુ સ્ટેશન
ત્રણે ભેગા મળીને જ મોક્ષમાર્ગ છેसम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ॥१-१॥ સૂત્રાર્થ– સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણ ભેગા મળીને મોક્ષમાર્ગ છે. (૧-૧) ___ भाष्यं- सम्यग्दर्शनं सम्यग्ज्ञानं सम्यक्चारित्रमित्येष त्रिविधो मोक्षमार्गः । तं पुरस्ताल्लक्षणतो विधानतश्च विस्तरेणोपदेक्ष्यामः । शास्त्रानुपूर्वीविन्यासार्थं तूद्देशमात्रमिदमुच्यते । एतानि च समस्तानि मोक्षसाधनानि । एकतराभावेऽप्यसाधनानीत्यतस्त्रयाणां ग्रहणम् । एषां च पूर्वस्य लाभे भजनीयमुत्तरम् । उत्तरलाभे तु नियतः पूर्वलाभः । तत्र सम्यगिति प्रशंसार्थो निपातः, समञ्चतेर्वा भावः दर्शनमिति दृशेरव्यभिचारिणी सर्वेन्द्रियानिन्द्रियार्थप्राप्तिरेतत्सम्यग्दर्शनम् । प्रशस्तं दर्शनं सम्यग्दर्शनम् । संगतं वा दर्शनं सम्यग्दर्शनम् । एवं ज्ञानचारित्रयोरपि ॥१-१॥
ભાષ્યાર્થ– સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર એ પ્રમાણે આ ત્રણ પ્રકારનો મોક્ષમાર્ગ છે. તે મોક્ષમાર્ગને આગળ લક્ષણથી અને પ્રકારથી વિસ્તારથી કહીશું. શાસ્ત્રના ક્રમનો ઉલ્લેખ કરવા માટે આ ઉદ્દેશ માત્ર કહેવાય છે. આ ત્રણેય ભેગા મળીને મોક્ષનાં સાધન છે. એ ત્રણમાંથી એકનો પણ અભાવ હોય તો તે મોક્ષનાં સાધન નથી. આથી અહીં ત્રણનું ગ્રહણ કર્યું છે. આ ત્રણમાં પૂર્વના ગુણની પ્રાપ્તિ થતાં પછીના ગુણની પ્રાપ્તિ થાય કે ન પણ થાય. પણ પછીના ગુણની પ્રાપ્તિ થતાં પૂર્વના ગુણોની પ્રાપ્તિ અવશ્ય થાય છે. તેમાં સમ્યગૂ એ શબ્દ પ્રશંસા અર્થમાં નિપાત છે અથવા સમ્ ઉપસર્ગપૂર્વક બસ્ ધાતુથી સમ્યક્ શબ્દની સિદ્ધિ થઈ છે. ૧. વસ્તુને વિસ્તારથી વર્ણન કરવા માટે પહેલા માત્ર તેના નામનો ઉલ્લેખ કરવો તે ઉદ્દેશ કહેવાય છે. ૨. નિપાત- વ્યાકરણશાસ્ત્ર પ્રસિદ્ધ નિયમ વિરુદ્ધ શબ્દોની સિદ્ધિ થાય તેને નિપાત કહેવામાં આવે છે.