Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
37
શ્લોકાર્થ તીર્થંકર નામકર્મનું ફળ (કાર્ય) તીર્થપ્રવર્તન છે. એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. આથી અરિહંત કૃતકૃત્ય હોવા છતાં તીર્થંકર નામકર્મના ઉદયથી તીર્થ પ્રવર્તાવે છે=ધર્મતીર્થની સ્થાપના કરીને પ્રતિદિન ધર્મનો ઉપદેશ આપે છે. (કા.૯)
टीका- 'तीर्थप्रवर्त्तने' त्यादि, तरन्ति भवसमुद्रमनेनेति तीर्थं प्रवचनं तस्य प्रवर्त्तनं प्रणयना फलं - प्रयोजनमस्येति विग्रहः, किं तदित्याह-यत् प्रोक्तं कर्म्म प्रवचने तीर्थकरनाम दर्शनशुद्ध्यादिनिमित्तं यस्मिन् उपात्ते तीर्थकरोऽयमिति व्यपदिश्यते 'तस्य' तीर्थकृन्नामकर्मण उदयाद् - विपाकात् 'कृतार्थोऽपि' चरमभवकेवलज्ञानावाप्त्या परमार्थतः निष्ठितार्थोऽपि 'अर्हन्' देवताविशेषः 'तीर्थं प्रवर्त्तयति' उक्तनिर्वचनं प्रवचनं प्रणयति, न च तथाविधकर्मोदयेऽप्यस्याकृतकृत्यता, कृतकृत्यस्यैव तत्त्वतः तत्कर्म्मवतस्तथास्वभावत्वाद् ॥९॥
ટીકાર્થ— “તીર્થપ્રવર્તને”ત્યાદ્રિ, જીવો જેનાથી ભવસમુદ્રને તરે તે તીર્થ. તીર્થ એટલે પ્રવચન. પ્રવચનને પ્રવર્તાવવું=તીર્થની સ્થાપના કરવી એ જેનું પ્રયોજન છે તે તીર્થપ્રવર્તન. આ પ્રમાણે તીર્થપ્રવર્તન શબ્દનો વિગ્રહ છે. તીર્થપ્રવર્તનનું પ્રયોજન શું છે તેને કહે છે- કા૨ણે કે દર્શનશુદ્ધિ આદિનું નિમિત્ત એવું તીર્થંકર નામકર્મ પ્રવચનમાં કહ્યું છે. જે કર્મ ગ્રહણ કર્યો છતે(=બાંધ્યુ છતે) “આ તીર્થંકર છે” એ પ્રમાણે વ્યવહાર કરાય છે, તે તીર્થંકર નામકર્મના ઉદયથી=વિપાકથી છેલ્લા ભવમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિથી પરમાર્થથી કૃતકૃત્ય પણ અરિહંતદેવ તીર્થને પ્રવર્તાવે છે. તીર્થ શબ્દની વ્યુત્પત્તિ પૂર્વે કહી છે. તેવા પ્રકારના કર્મોદયમાં પણ અરિહંતો અકૃતકૃત્ય નથી. કારણ કે કૃતકૃત્યનો જ પરમાર્થથી તે કર્મવાળા(=તીર્થંકર નામકર્મવાળા) જીવનો તેવો સ્વભાવ છે. (કા.૯)
अत्रैव निदर्शनमात्रमभिधातुमाह
અહીં માત્ર દૃષ્ટાંત કહેવા માટે ગ્રંથકાર કહે છે—
तत् स्वाभाव्यादेव, प्रकाशयति भास्करो यथालोकम् । तीर्थप्रवर्तनाय, प्रवर्तते तीर्थंकर एवम् ॥१०॥