Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ श्रेय इतिकृत्वा, किमित्याह-निर्विचारं' निर्गतविचारं, वस्त्वन्तराकरणेन ग्राह्यं विधिना सूत्रतोऽर्थतश्च धार्यं च परावर्तनानुप्रेक्षाभ्यां वाच्यं चोचितविनेयेभ्यः, अनेन सङ्ग्रहविस्तरणकरणमाक्षिप्तं, धारणादिरूपत्वात्तस्य I/ર૭-૨૮ાા
ટીકાર્થ– “મપિ તુ રૂત્યાદ્ધિ, પ્રસ્તુત જીવાદિ સાતપદોની વાત તો દૂર રહી. જિનવચનનું એક પણ પદ વિધિથી ગ્રહણ કરવાથી અને ચારિત્ર લેવાથી સંસારથી તારનારું=પાર પમાડનારું થાય છે. તેથી મારો સંગ્રહ કરવાનો પ્રારંભ યુક્ત જ છે, એવો અહીં અભિપ્રાય છે. અહીં “નિનવન' એ સ્થળે પાંચમી વિભક્તિ વ્યવચ્છેદ કરનારી છે. જેમકે સમૂહમાંથી(=સમૂહમાં રહેલી વસ્તુઓમાંથી) શુક્લ (વસ્તુ) પ્રકાશે છે. (અહીં શુક્લ સિવાયની બીજી વસ્તુઓનો વ્યવચ્છેદ કર્યો.) પ્રસ્તુતમાં જિનવચનથી અન્યવચનોનો વ્યવચ્છેદ કર્યો છે, અર્થાત્ જિનવચનોથી અન્યવચનો સંસારથી પાર પમાડનારાં બનતાં નથી. એક પણ જિનવચન સંસારથી તારનારું છે એ કથન પોતાની બુદ્ધિથી નથી કહ્યું એથી આગમને કહે છે- “શ્યન્ત ર” ત્યાં આગમમાં દીર્ઘકાળથી વિધિથી અભ્યસ્ત કરેલા(=અભ્યાસવાળા કરેલા) માત્ર સામાયિકરૂપ એકપદથી અપૂર્વકરણ, શ્રેણી અને કેવલજ્ઞાનને (અપૂર્વકરણ દ્વારા શ્રેણી માંડીને કેવલજ્ઞાનને) પામીને અનંતા જીવો સિદ્ધ સમાપ્તકાર્યવાળા થયા છે. આ પ્રમાણે હોવાથી આગમને પ્રમાણ કરીને શું કરવું એમ કહે છે- દેશ, કાળ અને શક્તિને અનુરૂપ સંક્ષેપથી કે વિસ્તારથી જિનનું વચન ગ્રહણ કરવું. કેમકે જિનનું વચન મોક્ષનું સાધન છે. જિનવચન મોક્ષનું સાધન હોવાથી શું કરવું તે કહે છે- તીર્થકરનું વચન નિર્વિચાર ગ્રહણ કરવું. નિર્વિચાર એટલે બીજી વસ્તુનો વિચાર કર્યા વિના. વિધિપૂર્વક સૂત્રથી અને અર્થથી ગ્રહણ કરવું તથા પરાવર્તન અને અનુપ્રેક્ષાથી ધારણ કરવું અને ઉચિત(યોગ્ય)શિષ્યોને કહેવું. આનાથી સંગ્રહ અને વિસ્તાર કરવાનું કહેવાયું. કારણ કે સંગ્રહ અને વિસ્તાર ધારણાદિ રૂપ છે. (શિષ્ય