Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
51
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સંગ્રહથી જાણી શકે છે કે વિસ્તારથી જાણી શકે છે એમ સમજીને સૂત્ર વગેરે આપવાનું છે.) (કા.૨૮)
वक्तुः प्रोत्साहनेन स्वप्रयत्नसाफल्यमभिधातुमाहવક્તાને પ્રોત્સાહન આપવા દ્વારા પોતાના પ્રયત્નની સફળતાને કહેવા માટે ગ્રંથકાર કહે છે–
न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । बुवतोऽनुग्रहबुद्ध्या, वक्तुस्त्वेकान्ततो भवति ॥२९॥
શ્લોકાર્થ– હિતકર વચનના શ્રવણથી સાંભળનાર બધાને લાભ થાય જ એવો નિયમ નથી પણ અનુગ્રહબુદ્ધિથી કહેનારને ઉપદેશકને તો અવશ્ય લાભ થાય છે. (કા.૨૯)
टीका- 'न भवती'त्यादि न भवति धर्मः स्वकर्मक्षयलक्षणः श्रोतुः सामान्येन सर्वस्य यावान् कश्चिच्छृणोति एकान्ततः हितश्रवणात्, धर्मश्रवणात्, अविधिश्रोतुर्लब्ध्यादिसापेक्षस्याभावात् ब्रुवतः-अभिदधतः अनुग्रहबुद्ध्या कथं नु नामामी प्रतिबुद्धरन् प्राणिन इत्येवंभूतया वक्तुस्तु-हितवक्तुः पुनः एकान्ततः-एकान्तेनैव भवति धर्म इति, परानुग्रहस्योत्कृष्टधर्महेतुत्वख्यापनपरमेतत्, अन्यथोभयोर्वक्तृश्रोत्रोविधिसापेक्षो धर्म इति न कश्चिद्विशेषः તેરશ
ટીકાર્થ– “ર મવતી'ત્યાદિ, “ન મવતિ ધર્મઃ” સામાન્યથી જે કોઈ શ્રોતા ધર્મ સાંભળે છે તે બધા શ્રોતાને ધર્મશ્રવણથી એકાંતે સ્વકર્મક્ષય રૂપ ધર્મ ન થાય. કેમકે કોઈ શ્રોતા અવિધિથી ધર્મ સાંભળે છે. તેને સ્વકર્મક્ષયરૂપ ધર્મ ન થાય. અનુગ્રહબુદ્ધિથી હિત કહેનારને તો (લોકમાં મારી પ્રસિદ્ધિ થશે ઈત્યાદિ) લાભની અપેક્ષા ન હોવાથી એકાંતે જ ધર્મ થાય. અનુગ્રહબુદ્ધિ એટલે આ જીવો કેવી રીતે બોધ પામે એવા પ્રકારની બુદ્ધિ. “અનુગ્રહબુદ્ધિથી” એવું કથન બીજાઓ ઉપર અનુગ્રહ કરવો એ ઉત્કૃષ્ટ ધર્મનું કારણ છે એવું જણાવવા માટે છે. અન્યથા=અનુગ્રહબુદ્ધિ