Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
42
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
गृह इति यथा, एभिः शुभसारसत्त्वादिभिर्युक्तः सम्पन्नः सन् 'जगति' पृथिव्यां 'महावीर इति' शूरवीरविक्रान्तौ इति, कषायादिशत्रुजयात् महाવિન્તો મહાવીર ત્યેવં ‘ત્રિશૈ:’વૈ: ‘મુળત:’સમોવસમાંजनितदुःखसहननिमित्तेन 'कृताभिख्यः' अभिख्यातिः अभिख्या एवमिति गौणनाम, कृता-प्रतिष्ठापिता अभिख्याऽस्येति कृताभिख्य इति ॥१३॥
-
ટીકાર્થ— “શુભસારે’’ત્યાદિ, અહીં સત્ત્વ વગેરે શબ્દો વિશેષ્ય છે. શુભ સારા એ પ્રમાણે વિશેષણ છે. અહીં સત્ત્વ અને સંહનન ઇત્યાદિ દ્વન્દ્વ સમાસ કરવો. તેમાં સત્ત્વ એટલે અન્યૂનતા. સંહનન એટલે શરીરની દૃઢતા. વીર્ય એટલે ઉત્સાહ. મહાત્મ્ય એટલે પ્રભુની શક્તિ. રૂપ એટલે અંગનું સુંદ૨૫ણું, ગંભીરતા, દાક્ષિણ્યતા વગેરે ગુણો છે. તે સત્ત્વ વગેરે શુભ સાર છે. શુભ એટલે સ્વભાવથી જ સુંદર. સાર એટલે સ્વરૂપથી જ મુખ્ય. સ્વરૂપથી મુખ્ય એટલા માટે છે કે હિતના પ્રયોજનવાળા છે. સાર શબ્દ પ્રધાનતા અર્થમાં છે. જેમકે અહીં આ ઘર સાર છે=પ્રધાન છે. આ શુભસાર સત્ત્વાદિ ગુણોથી યુક્ત હતાં. ભગવાનનું દેવોએ ગુણના કારણે જગતમાં મહાવી૨ એવું નામ પ્રસિદ્ધ કર્યું. ધાતુપાઠમાં શૂરવીરવિજ્રન્તૌ એવો ધાતુપાઠ છે. શૂર અને વીર એ બે ધાતુનો પરાક્રમ ક૨વો એવો અર્થ છે. કષાયાદિ શત્રુઓને જીતવાથી મહાવિક્રાન્ત=મહાવીર. દેવોએ સંગમના ઉપસર્ગોથી ઉત્પન્ન કરાયેલા દુઃખોને સહન કરવાના નિમિત્તથી ગુણના કારણે(=ગુણનિષ્પન્ન) મહાવીર એવું નામ પ્રસિદ્ધ કર્યું.
“તામિષ્યઃ” એવા પ્રયોગની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે- અભિષ્યા એટલે અભિખ્યાતિ. તા એટલે કરાઇ છે. કરાઇ છે=પ્રતિષ્ઠિત કરાઇ છે અભિખ્યા જેની તે કૃતાભિષ્ય.૧ ગુણના કારણે મહાવીર એવું નામ દેવો વડે પ્રસિદ્ધ કરાયું. (કા.૧૩)
स च राजधर्ममनुपालय प्रवव्राज, कुतः अवगम्य तत्त्वमित्याह— તે ભગવાને રાજધર્મનું પાલન કરીને દીક્ષા લીધી.
૧. ટીકામાં રહેલા ગૌણ નામ એ સ્થળે ગૌણ એટલે ગુણને આશ્રયીને પ્રવૃત્ત થયેલું.