Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
49
किमित्याह - अनभिभवनीयम्, अभिभवितुं न शक्यते, 'अन्यैः ' नयान्तराश्रितैरेकान्तवादिभिः, निदर्शनमाह - 'भास्कर इव' आदित्य इव सर्वतेजोभिर्मण्यादिसम्बन्धिभिः सति तस्मिंस्तत्तेजसां तत्रैव प्रवेशात् एवं नयान्तराण्यपि सर्ववादपरमेश्वरानेकान्तवादप्रवेशानीति भावनीयम् ॥१९ - २०॥
>
ટીકાર્થ “દ્ધિવિથ''મિત્યાદિ, તીર્થ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય ભેદથી બે પ્રકારનું છે. યથાર્થ એવું અંગબાહ્યતીર્થ આવશ્યકાદિ અનેક પ્રકારનું છે. અંગપ્રવિષ્ટતીર્થ આચારાંગ વગેરે બાર પ્રકારનું છે. તે તીર્થ સર્વદ્રવ્યોને અને સર્વપર્યાયોને બતાવનારું હોવાથી મહાવિષયવાળું છે. અસંખ્યગમોથી યુક્ત અથવા હવે કહેવાશે તે નયોથી યુક્ત=સંયુક્ત. તેનાથી સંયુક્ત=અમિતગમયુક્ત. તીર્થને જ વિશેષ રીતે બતાવે છેસંસરવું(=એક ભવથી બીજા ભવમાં ભટકવું) તે સંસાર. સંસાર નરકાદિમાં ગમન સ્વરૂપ છે. સંસાર એ જ ઘણા ભવોવાળો હોવાથી સમુદ્ર જેવો છે. સંસારરૂપ સમુદ્રના પારને પામવાના કારણે થતો જે દુઃખનો ક્ષય તેના માટે સમર્થ છે, અર્થાત્ સર્વ દુઃખના ક્ષય માટે સમર્થ છે. (કા.૧૯)
આનું જ અન્યગુણ દ્વારા પ્રતિપાદન કરતા ગ્રંથકાર કહે છે—
‘પ્રથાર્થ’ હત્યાવિ, પ્રસ્થાર્થવત્તનપરુમિ: એ સ્થળે પટુ શબ્દનો પ્રત્યેક શબ્દની સાથે સંબંધ કરવામાં આવ્યો છે. અન્ય દર્શનોને આશ્રયીને વાદિઓ સંપૂર્ણપણે ગ્રંથ, અર્થ અને વચનમાં કુશળ છે. આવા પ્રકારના પણ વાદિઓ કદાચ પ્રયત્નરહિત હોય છે. આથી કહે છે- “પ્રયતવૃદ્ધિપિ” ગ્રંથ, અર્થ અને વચનોમાં પ્રયત્ન કરવામાં તત્પર પણ હોય છે.
તે જ વિશેષથી કહેવાય છે- વાદમાર્ગમાં કુશળ નિપુણવાદીઓ (તીર્થનો પરાભવ કરે એથી) શું ? પરાભવ કરે તો પણ અન્ય નયોના
૧. ગમ એટલે સરખા પાઠવાળા આલાવા.
૨. હેત્વર્થેસ્તૃતીયાઘા: (સિ.હૈમ અ.૨ પા.૨ સૂ.૧૧૯) એ સૂત્રથી અહીં હેતુ અર્થમાં ચોથી વિભક્તિ જાણવી.