Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
51
શ્રી તસ્વાસ્થધિગમસૂત્ર અધ્યાય-૧ बर्थस्तं, प्रवचनगर्भाभिधानात् सङ्ग्रह-समासं, लघुग्रन्थं' न सङ्ग्रहान्तरवद् बहुग्रन्थमिति, 'वक्ष्यामि' अभिधास्ये, शिष्यहितं, अल्पग्रन्थेनैव तत्त्वज्ञानकरणात्, ‘इम'मिति बुद्धौ व्यवस्थितस्य परामर्शः, कस्य सङ्ग्रहमित्याह'अर्हद्वचनैकदेशस्य' अर्हद्वचनं-द्वादशाङ्गं गणिपिटकं तदेकदेशस्य, न सम्पूर्णस्यैव, अनेन प्रयोजनादित्रयोपन्यासमाह, तत्र तत्त्वार्थाधिगमसंग्रहस्य चेहाभिधानेन शिष्यानुग्रहः शास्त्रकर्तुः प्रयोजनं, जीवादि तत्त्वमभिधेयं, साध्यसाधनलक्षणः सम्बन्धः, एतत् स्वयमेव प्रकटयिष्यति । आह-आस्तां तावदेतत् सङ्ग्रहाभिधाने प्रस्तुते किं सर्वस्यैवार्हद्वचनस्यायं न क्रियते, येन तदेकदेशस्येति, अत्रोच्यते, सर्वसङ्ग्रहस्य कर्तुमशक्यत्वाद् ॥२१-२२॥
ટીકાર્થ– “વી' રૂત્યાદિ, તેને આગમોક્ત વિધિથી કાયા, વચન અને મન એ ત્રણ કરણથી વિશુદ્ધ નમસ્કાર કરીને, અહીં તૌ–તેને એટલે શુભકમસેવન ઈત્યાદિથી જેને કહ્યા છે તે પરમર્ષિને યોગીન્દ્રને નમસ્કાર કરીને. પરમર્ષિને જ વિશેષથી કહે છે– “પૂથનમાય” આ પૂજય છે અને આ પૂજય છે પણ આ અતિશય પૂજ્ય છે માટે પૂજયતમ છે તેને “પવિતે” સમગ્ર ઐશ્વર્યાદિ ગુણયુક્તને “વીરાય'', વીર એવા નામવાળાને, વીર શબ્દનો અર્થ પૂર્વવત્ (૧૩મી કારિકાની ટીકામાં કહ્યા મુજબ) જાણવો. વિકતિમોહાય=જેના સંસારબીજનો નાશ થઈ ગયો છે તેવા, એવો ભાવ છે. (કા.૨૧). વીરને નમસ્કાર કરીને શું કહે છે? એમ કહે છે
“તત્વાર્થીધિમાધ્યમિતિ, તત્ત્વ એટલે અવિપરીત અર્થ. સુખદુઃખનું કારણ અવિપરીતપણે જેનાથી અથવા જેનામાં જણાય તે તત્ત્વાધિગમ. તત્ત્વાર્થાધિગમ એ જ આખ્યા=નામ જેનું છે તે તત્ત્વાર્થાધિગમાખ્ય. બહ્મર્થ, સંગ્રહ, શિષ્યહિતકર અને અરિહંત વચનના એકદેશ સ્વરૂપ એવા તત્ત્વાર્થાધિગમ નામના આ લઘુગ્રંથને કહીશ.
બહર્થ એટલે જેનો અર્થ ઘણો છે તે. આમાં પ્રવચનનું રહસ્ય કહેલું હોવાથી આ ગ્રંથ ઘણા અર્થવાળો છે.