Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
52
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સંગ્રહ એટલે સંક્ષિપ્ત.
લઘુગ્રંથ એટલે બહુ સંગ્રહવાળા ગ્રંથોની જેમ બહુ ગ્રંથ નથી. અલ્પગ્રંથથી જ તત્ત્વજ્ઞાન થઇ જતું હોવાથી શિષ્યહિતકર છે. રૂમ એટલે બુદ્ધિમાં રહેલો ગ્રંથનો પરામર્શ સમજવો. કોનો સંગ્રહ એમ કહે છે—
“અહંદુત્વનેન્દ્રેશસ્ય” ગણિપિટક એવા જે બાર અંગો તેના એક દેશનો, સંપૂર્ણનો નહિ જ. આનાથી પ્રયોજન વગેરે ત્રણના ઉલ્લેખને કહ્યો છે. તેમાં તત્ત્વાર્થાધિગમનો એમ કહેવાથી શિષ્યાનુગ્રહ કરવો એવું શાસ્ત્રકર્તાનું પ્રયોજન કહ્યું. જીવાદિ તત્ત્વો અભિધેય છે. સાધ્ય-સાધનરૂપ સંબંધ છે. આને ગ્રંથકાર સ્વયમેવ પ્રગટ કરશે.
પ્રશ્ન— સંબંધ આદિનું કથન દૂર રહો પ્રસ્તુત ગ્રંથના સંગ્રહકથનમાં સઘળાય અર્હચનનો સંગ્રહ કેમ કરાતો નથી ? જેથી અર્હચનના એક દેશનો સંગ્રહ કરાય છે એમ કહ્યું.
ઉત્તર– સર્વનો સંગ્રહ કરવાનું અશક્ય હોવાથી અર્હચનના એક દેશનો સંગ્રહ કરાય છે એમ કહ્યું. (કા.૨૨)
एतदेवाभिधित्सुराह—
આને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
महतो ऽतिमहाविषय - स्य दुर्गमग्रन्थभाष्यपारस्य ।
.
ઃ શવતઃ પ્રત્યાનું, બિનવવનમહોઘેઃ તુમ્ રરૂ॥ શ્લોકાર્થ— જેના ગ્રંથનો અને અર્થનો બહુ કષ્ટથી પાર પામી શકાય છે અને જેમાં અતિશય ઘણા વિષયો રહેલા છે તે મહાન જિનવચનરૂપ મહાસમુદ્રનો સંગ્રહ કરવા કોણ સમર્થ છે ? કોઇ જ નથી. (કા.૨૩)
टीका - " महत" इत्यादि महतो ग्रन्थपरिमाणेनानेकपदकोट्यात्मकस्य अतिमहान्-सर्वद्रव्यप्रभूतपर्यायरूपः विषयो - गोचरोऽस्येत्यतिमहाविषय૧. જીવાદિ તત્ત્વોને જાણવા એ સાધ્ય છે અને આ ગ્રંથ જીવાદિ તત્ત્વોને જાણવાનું સાધન છે તેથી સાધ્ય-સાધન રૂપ સંબંધ છે.