Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
પ્રશ્ન– ભગવાને શા કારણથી દીક્ષા લીધી ?
ઉત્તર– તત્ત્વને જાણીને ભગવાને દીક્ષા લીધી એમ અહીં ગ્રંથકાર કહે
છે—
स्वयमेव बुद्धतत्त्वः सत्त्वहिताभ्युद्यताविचलितसत्त्वः । अभिनन्दितशुभसत्त्वः, सेन्द्रैर्लोकान्तिकैर्देवैः ॥१४॥
43
શ્લોકાર્થ— સ્વયમેવ તત્ત્વોના જ્ઞાતા હતા. પ્રાણીઓના હિત માટે તત્પર અને નિશ્ચલ સત્ત્વવાળા હતા. દેવેન્દ્રોએ અને લોકાન્તિક દેવોએ તેઓશ્રીના શુભસત્ત્વની પ્રશંસા કરી હતી. (કા.૧૪)
टीका- 'स्वयमेवे'त्यादि स्वयमेव पूर्वसुचरिताभ्यासाद् उपदेशमन्तरेणैव તવા ‘બુદ્ધતત્ત્વો’અવાતપરમાર્થ: સન્ ‘સત્ત્વહિતાયુદ્યતાપતિતસત્ત્વ:' सत्त्वहिताय-प्राणिहितार्थमभ्युद्यतं-प्रवृत्तमचलितं - निष्प्रकम्पं सत्त्वम्उक्तलक्षणं यस्येति विग्रहः, स सत्त्वानां दुःखबहुत्वात् संसारादुद्धरणं न्याय्यं तीर्थप्रवर्त्तनेनेति चिन्तयेत्, 'अभिनन्दितशुभसत्त्वः' अभिनन्दितं - उपबृंहितं सत्त्वार्थप्रवृत्त्या सत्त्वम् उक्तलक्षणमेव यस्य स तथाविधः, कैरित्याहમેન્દ્ર, શિિમૌન્તિવૈદૈવૈ:-સારસ્વતાવિભિઃ ॥૪॥
ટીકાર્થ— “સ્વયમેવે’ત્યાદ્રિ, “સ્વયમેવ” પૂર્વે સારી રીતે આચરેલા અભ્યાસને કારણે ઉપદેશ વિના જ તે વખતે ‘બુદ્ધતત્ત્વ’=૫૨માર્થ તેમણે જાણ્યો હતો. “સત્ત્વહિતાયુદ્યતાવિપત્તિતસત્ત્વ:” જીવોના હિત માટે અવિચલિત સત્ત્વ છે જેનું તે સત્ત્વહિતા મ્યુદ્ઘતાવિવૃત્તિતસત્ત્વઃ. એ પ્રમાણે સમાસનો વિગ્રહ છે. સત્ત્વ શબ્દનો અર્થ પૂર્વે કહ્યો છે. તે ભગવાન (સંસા૨માં) જીવો બહુ દુ:ખવાળા હોવાથી તીર્થ પ્રવર્તાવવા દ્વારા જીવોનો સંસારથી ઉદ્ધાર કરવા યોગ્ય છે એમ વિચારે છે. “અમિન્વિતશુમસત્ત્વ:' જીવો માટે(=જીવોના ઉદ્ધાર માટે) તીર્થ પ્રવર્તાવવા દ્વારા પ્રવૃત્તિ કરવાથી સારસ્વતાદિ લોકાન્તિક દેવોએ શક્રાદિ ઇન્દ્રોની સાથે તેમના સત્ત્વની પ્રશંસા કરી છે. (કા.૧૪)