Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
ક૨વામાં તત્પર એવા કુનયોને દૂર કરવા વડે શરૂઆતથી જ વર્તમાન તીર્થાધિપતિના ગુણોને કહેવા માટે ગ્રંથકાર કહે છે
39
यः शुभकर्मासेवन- भावितभावो भवेष्वनेकेषु । जज्ञे ज्ञातेक्ष्वाकुषु, सिद्धार्थनरेन्द्रकुलदीपकः ॥११॥
શ્લોકાર્થ— પૂર્વકાળમાં અનેક ભવોમાં શુભ ક્રિયાના અભ્યાસથી આત્માને (શુભ ભાવથી) ભાવિત કરનાર ભગવાન મહાવીર અંતિમ ભવમાં જ્ઞાત ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયા અને સિદ્ધાર્થ રાજાના કુલને દીપાવ્યું. (કા.૧૧)
टीका - "यः शुभे" त्यादि 'य' इत्युद्देशोऽस्मादेकादश्यामार्यायां तस्मै इति निर्देशापेक्षः, वक्ष्यति कृत्वा त्रिकरणशुद्धं तस्मै परमर्षये नमस्कार' मिति, યઃ ભૂિત: ? ત્યાહ-‘શુભ-સેવનમાવિતભાવ:'શુભં જર્મभूतव्रत्यनुकम्पादि वक्ष्यमाणं तस्यासेवनम् - अभ्यासः तेन भावितो वासित:, भावितः अन्तरात्मा यस्येति विग्रहः कियन्तं कालमित्याह - 'भवेष्वनेकेषु' वरबोधिलाभादारभ्य जन्मस्वनेकेषु, अन्ते किमित्याह- 'जज्ञे ज्ञातेक्ष्वाकुषु' जज्ञे जातवान्, क्व ? - ज्ञाता नाम क्षत्रियविशेषाः तेषामपि विशेषसंज्ञा इक्ष्वाकवस्तेषु, तेऽपि वहव इत्यत आह- 'सिद्धार्थनरेन्द्रकुलदीपः ' सिद्धार्थनामा भगवतः पिता स एव नरेन्द्रस्तस्य कुलं गृहं सन्तानो वा તસ્મિન્ વીપવદ્ વીપો, વમૂવેત્યાદ્દિમિ(:સ્વયંમુવો નિરાસ ફૅ)ત્તિ /Īા
ટીકાર્થ— “ય: શુભે’’ત્યાવિ, ય: (જે) એ પ્રમાણેનો ઉદ્દેશ આ શ્લોકથી અગ્યારમા(=એકવીશમા) શ્લોકમાં તસ્મૈ એ પ્રમાણે નિર્દેશની અપેક્ષાવાળો છે. “પરમર્ષિ એવા તેને ત્રિક૨ણ શુદ્ધ નમસ્કાર કરીને” એ પ્રમાણે આગળ કહેશે. જે કેવા છે એમ કહે છે- “શુભાંસેવનમાવિતભાવ:” શુભકર્મના આસેવનથી=અભ્યાસથી ભાવિત=વાસિત થયો છે અંતરાત્મા જેનો તે શુભકર્માસેવિતભાવિતભાવ એવો વિગ્રહ છે. ભૂતઅનુકંપા વ્રતીઅનુકંપા વગેરે શુભકર્મ હવે પછી (અ.૬ સૂ.૧૩ વગેરેમાં) કહેશે. કેટલા કાળ સુધી અભ્યાસ કર્યો તેને કહે છે