Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
36
શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૧
“તત: સમાધિ' મનની પ્રસન્નતાથી સમાધિ થાય છે. ઉપદ્રવ (અથવા ભય) દૂર થવાથી એકાગ્રપણે વિચાર કરવાની ક્ષમતા આવે છે. ૨ શબ્દ નહિ કહેલાનો સમુચ્ચય કરવા માટે છે. તે આ પ્રમાણે- વળી તેને શુશ્રુષા-શ્રવણ-ગ્રહણ-ઊહ-અપોહ-અર્થવિજ્ઞાન-ધારણા અને તત્ત્વાભિનિવેશ (ગુણો પ્રાપ્ત) થાય છે. સમાધિથી માંડી તત્ત્વાભિનિવેશ સુધીના ગુણસમૂહથી નિઃશ્રેયસ=સર્વક્લેશપ્રહાણ(=સર્વક્લેશવિનાશ) નામનો મોક્ષ થાય છે. આથી પહેલાંથી જ અરિહંતનું પૂજન કરવું એ યોગ્ય છે. અરિહંત પરમાત્મા કોપ અને પ્રસાદથી રહિત હોવા છતાં અગ્નિ, ચંદ્ર, ચિંતામણિ આદિનો તેવો સ્વભાવ કહ્યો હોવાથી અરિહંતોથી અગ્નિ આદિની જેમ ફળની સિદ્ધિ થાય છે. (કા.૮)
आह- अस्त्येतदेवं, यत् पुनरुक्तं कृतार्थोऽपि सन्नुपदिशतीति तदयुक्तं, कृतार्थत्वविरोधात्, नैतदेवं, कारणोपपत्तेः, तदाह
પ્રશ્ન- અરિહંતોથી અગ્નિ આદિની જેમ ફળ મળે છે એ વાત બરોબર છે, પણ કૃતાર્થ હોવા છતાં ઉપદેશ આપે છે એમ જે કહ્યું તે અયુક્ત છે. કેમકે કૃતાર્થપણાનો વિરોધ આવે છે.
ઉત્તર- આ પ્રમાણે કહેવું એ બરોબર નથી. કેમકે ઉપદેશનું કારણ ઘટે છે=સંગત થાય છે. ઉપદેશનું કારણ ઘટી શકે છે તેને કહે છે– तीर्थप्रवर्तनफलं, यत् प्रोक्तं कर्म तीर्थकरनाम ।
तस्योदयात् कृतार्थो-ऽप्यहस्तीर्थं प्रवर्तयति ॥९॥ ૧. સુશ્રુષા કવળ વૈવગ્રહi તથા ઝાપોહોડર્થવિજ્ઞાનં તત્ત્વજ્ઞાનં થીગુણ:-(૧)શુશ્રુષા તત્ત્વ
સાંભળવાની ઇચ્છા. (૨) શ્રવણ=તત્ત્વને સાંભળવું. (૩) ગ્રહણ=ઉપયોગપૂર્વક સાંભળેલું પ્રહણ કરવું. (૪) ધારણ=પ્રહણ કરેલું ભૂલી જવું નહિ-યાદ રાખવું. (૫) ઊહ=જે અર્થ સાંભળ્યો, જાણ્યો, યાદ રાખ્યો તેને તે જ્યાં જ્યાં ઘટિત હોય ત્યાં ત્યાં ઘટાવવો અથવા ઊહ એટલે પદાર્થનું સામાન્ય જ્ઞાન. (૬) અપોત=સાંભળેલા વચનોથી તથા યુક્તિથી પણ વિરુદ્ધ એવા હિંસા, ચોરી વિગેરે દુષ્ટ ભાવોના પરિણામ જાણીને છોડી દેવા અથવા અપોહ એટલે પદાર્થનું તે તે ગુણપર્યાયપૂર્વકનું જ્ઞાન. (૭)અર્થવિજ્ઞાન=ઊહાપોહદ્વારા થયેલું સંશય કેવિપર્યય વગેરે દોષોથી રહિત યથાર્થ જ્ઞાન. (૮) તત્ત્વજ્ઞાન=ઉહાપોહથી સંશયાદિ દોષથી રહિત થયેલું “આ એમ જ છે” એવું નિશ્ચિત જ્ઞાન. આ આઠ ગુણો ઉત્તરોત્તર બુદ્ધિની વિશુદ્ધિરૂપ છે.