________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
સંસારના અન્ધારણ પ્રમાણે છે કરાંને અમુક વય લગી ઉછેરીને મોટાં કરવાં, તેમને નિરોગી ને સાજા તાજ બનાવવાં, તેમની બુદ્ધિને વેલાની પેઠે સારે રસ્તે ચઢાવવી, તેમની મનકામનાઓને સારે માર્ગે દેરવી, અનીતિના દુર્ગધ માર્ગને તેમના મનમાં અણગમે કરાવ, ને દેશભક્તિ ને સ્વદેશસેવાના મોટા ધાર્મિક પંથ ઉપર તેમને નાનપણથી વાળવા, આ બધું સ્ત્રી જાતનું મેટું કર્તવ્ય છે. સ્ત્રી એ જગતની માતા છે, ને પરમાત્માએ સૃષ્ટિની પ્રથમ ઉત્પત્તિને સ્ત્રી પાસે જાળવવા ને ઉછેરવા સેંપી છે. આ વાત પ્રત્યેક નાની કે મોટી સ્ત્રીએ અહર્નિશ સ્મરણમાં રાખવી. આપણે નાના બાળકને જેવાં કરીશું તે સંસાર થશે; ને આપણા દેશની ભવિષ્યની ચઢતી કે પડતી કરવી આપણા હાથમાં છે, એનું હરેક સ્ત્રીએ સાચું અભિમાન રાખવું. હીંદની બધી સ્ત્રીઓ જે પરમાત્માની પ્રેરણાથી એકી વખતે એવું ધારે કે આપણા દેશને આપણે એક પેઢીમાં ઉત્કૃષ્ટ બનાવે છે તે તેઓ તેમ કરવાને શક્તિ ધરાવે છે. તેનામાં એટલું બળ છે, તે બળ વાપરવાનો માર્ગ તેઓ સમજે ને તેને ઉપગ તેઓ કરે તે આખા મુલકમાં લીલાલહેર ને જયજયકાર થઈ જાય.
સ્ત્રીઓનું પ્રથમ કર્તવ્ય એ છે કે, પિતાનાં બાળક નિરંગી થાય તેવી રીતે ઉછેરવાં. આ વાત એક રીતે ઘણી સહેલી છે. ઘણીવાર માથી પથ્ય પળાતું નથી ને ન ખાવાનું મા ખાય છે તેથી બાળક માંદાં પડે છે. માએ, છેકરૂં ધાવતું હોય ત્યાં લગી શું ખાવાથી ને કરવાથી છોકરું સારું ને નિરોગી થશે તે ઉપરજ લક્ષ રાખી પિતાનું ખાનપાન તથા આચરણ કરવું જોઈએ. સુવા બેસવાનું તથા હરવા ફરવાનું પણ તે બચ્ચાંના કલ્યાણ ઉપર નજર રાખી કરવું જોઈએ. શરદી કે ભેજમાં સુવા બેસવાથી બાળક માંદાં થાય છે તે વાત ભુલી ના જવી જોઈએ. વળી વસ્ત્ર વગર રહ્યાથી બાળકને ગરમી કે થંી લાગવાથી ઘણું વિકાર થાય છે. નાનાં છોકરાંની માવજત કે બરદાસ્ત કરવા સંબન્ધી
For Private and Personal Use Only