Book Title: Streeone Sandesh
Author(s): Devkibai Mulji Vaid
Publisher: Devkibai Mulji Vaid

View full book text
Previous | Next

Page 161
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતની દેવીઓને આમંત્રણ. ૧૪૭ કરે, પતિની સમૃદ્ધિ દીપાવે; પતિના કામમાં, કુટુંબસેવામાં, દેશસેવામાં, વિશ્વસેવામાં જોડાય-આનું નામ ધર્મપત્નિ, આનું નામ સેવા! સૌભાગ્યવતી ! આટલું કામ કરશે તે તારું ઘર પુણ્યધામ છે, તારાં લલાટકુમકુમ અમર રહો. સૈભાગ્યની ઝાંખી જ કરેલી, સંસારના દિવ્ય સ્વમામાંથી બહિર્મુખ થયેલી વિધવાઓ! તપ કરવા તત્પર થયેલી અનાથ બાળાઓ! મરકી દુકાળના દુઃખમાં એકાકી થયેલીએ! જીવન સફળતા સમજે. તમારામાં તપ છે, તમારામાં ક્ષમા છે, વિદ્યા નથી. પુત્ર જેટલું પુત્રીને કેણુ ભણાવે છે ? અરે પુરૂષ! વિચાર કરેઃ પુત્રીને કમાવું નથી, પણ સંસારસાગર તે તરે છે. અરે માતા! સંસારસાગર તરવાનું નાવ તું દીકરીને નહિ આપે? સંસારે વગર જે, વગર તપાસે આપેલું સૌભાગ્ય ઉડી જાય ને બાળિકા દુઃખ દરિઆમાં ડુબી જાય, વૈવન પહેલાં વૈધવ્ય પામેવિકાસ પહેલાં ક્ષય થાય-ભરતી પહેલાં મન્થન શરૂ થાયબુદ્ધિના વિકાસ પહેલાં વાગ્દાન થાય-પગ આવ્યાં પહેલાં દેડવા દેવાય-તરવા શીખ્યાં પહેલાં સમુદ્રમાં નંખાય, આવી આવી બાણશય્યા પર પુત્રીઓને સુવાડનાર નઠેર પુરુષ! તમારી નઠેરતા કયારે ત્યજશો દેવેનું અર્ચન કરે છે અને નિઃશ્વાસતી દેવીઓની ગણત્રી પણ કરતા નથી–તે ધૂપ, દીપ, નૈવેદ્ય વિગેરે અપ પુજા તે ક્યાંથી કરશે ? આંગણે દેશનાં રમે? પિતાઓ! માતાઓ! દીકરીઓનાં હૃદયરકત વહે છે, અંજલિ ભરી પ્રાયશ્ચિત . રૂદનમાંથી સ્મિતે વિકસાવે, ડુબતાં તારે, પાપીને ઉગારે, બાળકોને પાંખ આપે. પ્રભુએ આપેલું જીવન પામરતા માટે નથી, સુંદરતા વિકસાવે. જીવન વિકાસ માટે નથી, કર્તવ્યગીતા શીખવે. વિધવાવિધવા! અનાથ થયેલી વિધવા! તું પ્રભુમય જીવન કાં ન ગાળે? પ્રભુમય જીવનમાં સનાથ કેમ ન બને ? For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170