________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
સ્ત્રીઓને સદેશ.
ઘરમાં, માંદાઓનાં ઔષધાલયમાં, પામર વૃત્તિને દાબતા પરમ જ્યોતિનાં આશાભર્યા ગાન કરતાં ફરે.
હેને! તમે પરમ જ્યોતિનાં અંશ છે. પરમ તિ પતિત પાવની ગંગાસ્વરૂપે સ્વર્ગમાંથી પતિને પાવન કરવા ઉતરે છે. શંકરના પવિત્ર મસ્તકને સ્પર્શી સંસારના મલીન પ્રદેશમાં પવિત્ર જાતિ પવિત્રમય પ્રયાણ કરે છે ને તેને આરે જે આવે, તેમાં સાન કરે, તેનું પાન કરે તેને ઉદ્ધાર કરે છે. તમે, મૈયાઓ! ગંગાજી જેવાં શુદ્ધ બને ! પતિત સંસારને શુદ્ધ કરે. પતિત પાવની માતાઓ બને ! બહેને સંસાર દુઃખી છે, પાપી છે. તેનાં દુઃખ દૂર કરે, પાપ ધોઈ નાખે! આ સેવા કરવા સુંદર છે તેવાં શુદ્ધ બને !
બહેને! તમે તે તિનાં જ અંશ છે –તે તિ માતા રૂપે ગૃહે ગૃહે અવતાર લે છે. ગૃહમાં માતાનું કામ કરે છે. માતા તે ધાત્રી–બાળકનું પિષણ કરે. માતા તે સ્વાર્થત્યાગની પરમ મૂર્તિ, નિજ બાળક માટે સર્વને અર્પણ કરે. માતા એટલે ક્ષમાની દેવી, ક્ષમા જ આપે. માતાઓ! ગૃહમંદિરમાં સેવા કરે છે. તે જ સેવા સંસારમંદિરમાં કરે. સંસાર ભુખે છે, બાળક માફક રડે છે. સંસાર માંદે છે, બાળકના જેવા પોષણની તેને જરૂર છે. સંસાર ભૂલે છે, તમારા જેવી માતાઓની ક્ષમાને અધિકારી છે. માતાએ ! સંસારમંદિરની માતા, ધાત્રી ને ક્ષમા દેવી બનો !
ગૃહદેવીઓ ! સુંદરીઓ! સુંદર છો, સુંદર શૃંગારમાં સજજ છે. સંસારને ગૃહને સુંદર બનાવે તે તમારું પ્રથમ કામ. તમે ગૃહની માલિની છે, ગૃહને બાગ બનાવે, દુઃખીને દિલારામ બનાવે. મંગળ કૃત્યેનાં વૃક્ષ, વેલડીઓ, પુષ્પ ઉગા, પમરા ને જે કાર્ય ગૃહ માટે કરે તે સંસાર માટે પણ કરો.
For Private and Personal Use Only