________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
સ્ત્રીઓને સદેશ.
ધર્મક્ષેત્ર છે-કર્તવ્યભૂમિકા છે. કામ કરવા પધારજે. દુનિયા કરે છે, ત્રાસે છે, મરે છે તેની દયા જાણતાં પધારજે; પ્રભુમાં શ્રદ્ધા રાખી પધારજે, હૃદયને વિશુદ્ધ બનાવી પધારજે. સેવા કરવા–મનમાની સેવા કરવા–બદલા વિનાની સેવા કરવા પધાર–પધારજો.
સેવા કરવી એ તે સ્ત્રીઓને જ અધિકાર છે. પુરુષનાં પરાક્રમ પુરુષાર્થમાં છે. સ્ત્રીઓનાં કર્તવ્ય સેવામાં છે. સ્ત્રીઓ તપસ્વિની છે–દયાની દેવીઓ છે-ક્ષમાની મૂર્તિઓ છે. બહેનો! તમારી દયાને વિકસાવે.
મંગળસૂતિ સભાગ્ય દેવીએ! તમારે ચુડે શ્રીનાથ અમર રાખે ! તમારા હૃદય વિશુદ્ધ બને, ગૃહદેવીએ તમારા ઘરમાં આનંદ વધારજો. પતિપત્ની એક ગ્રન્થિાએ સંધાયાં છે, અમર ગ્રન્થિાએ સંધાવ. દેવિ! પતિને જાગ્રત કરજે; પતિજીવન જાગ્રત રાખજે, પતિની સમૃદ્ધિને સદુપયોગ કરજે; પતિની વાસનાને પુનિત કરજે, ગૃહિણી! પતિના મંદિરની તું કારભારી છે. તારે કારભાર દીપાવજે. ગૃહઆંગણું શુદ્ધ રાખે તેમ હૃદયઆંગણું શુદ્ધ રાખજે. રિમત કરતી ઉઠજે; સ્મિત કરતી બલજે; સ્મિત કરતી દેજે, સ્મિત કરતી શીખજે અને શીખવજે. સચ્ચિદાનંદ તારાં સ્મિત અખંડ રાખે. ગૃહિણી! આજે પત્નિ કાલે માતા થશે. વિશ્વની ધાત્રી–પરમ શક્તિ-જગતની માતા માતાઓને મંગળ આશિષ આપે છે. માતા! પુત્ર પુત્રી પર સરખે સ્નેહ રાખજે, એકને જ્ઞાન આપે છે તેમ બીજાને પણ આપજે. પુત્ર માટે સારી વહુ જોઈએ તે પુત્રી માટે સારે વર શોધજે. ઘરમાં વહુ સાસરીયાં ઉજાળે! પરઘરને પણે જમાઈ પુત્રીને સંસારસાગર તરાવે. પુત્રીને જેમ લડાવે છે તેમ વહુને લડાવજે. સાસુ ન થતી, માતા થજે. પતિ બહારથી આવે, ઘર સ્વર્ગ ભાસે; પતિ હારી જાય કે નવી પ્રેરણા પામે, પતિને દુઃખબાર હલકે
For Private and Personal Use Only