________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દેશ.
વાતાવરણ અને પરિસ્થિતિ સારી કરવી, એટલું જ નહિ, પરંતુ જે બાળકોના સમાગમમાં તેઓ આવે તેની સ્થિતિ સુધારવી. એ જ આ જમાનાની શુભ પ્રગતિ છે. માતૃત્વની ભાવના વિશાળ કરવી એ જ આપણા ઉદ્દેશ છે, અને એ ઉદ્દેશ પરિપૂર્ણ કરવા માટે આપણે અડગ પ્રયાસ કરવા પડશે, અને મહાન વ્રત આદરવાં પડશે. એવાં વ્રત લઈને તેને પાર પાડવાની પ્રતિજ્ઞા લેવાના અત્યારે પ્રસંગ છે. ઈશ્વર આપણા કાર્યમાં સહાય હાજો એ પ્રાર્થના છે. તથાસ્તુ.
For Private and Personal Use Only