________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
સ્ત્રીઓને સદેશ. વાળી લાગણીથી તેમના વર્તનકમ સમજી શકે, અને તેની સાથે ઉત્તમ નાગરિક ( citizen) થઈ શકે. જે કાંઈ ઈષ્ટ છે, તે શુભ શિક્ષણને લીધે જ ઉત્પન્ન થાય છે.
માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું, વેદીઆ ઢેર થવું એ આપણે આશય નથી. પરંતુ જીવનનું ખરું કર્તવ્ય, ખરું સ્થાન શોધવું અને તે મેળવવું એજ ખરે આશય છે. આપણા દેશની પ્રાચીન કીતિ ફરી મેળવવા માટે કેળવણીની બૂમે વધારે ને વધારે સંભળાતી જાય છે.
જીવનને ખરે આનંદ સેવામાં છે, અને સારી સેવા કેવી રીતે બજાવી શકાય તેવું જ્ઞાન સંપાદન કરવું એજ કેળવણીનું ખરું પરિણામ છે. સંભાળ એ રાખવાની છે કે, જે માર્ગમાં પ્રયાણ કરતાં હોઈએ ત્યાં આપણું ઘર કુટુંબ અને પ્રજાની વિસ્મૃતિ થવી ન જોઈએ, જે એમ લાગે કે આપણે પરિસ્થિતિ તે ઘણી વિપરીત છે, સામાજીક સુધારે કે વ્યક્તિને સુધારે થઈ શકે તેમ નથી, તે તેમાં દીલગીર થવાનું કારણ નથી. ઉલટું એ તે આનન્દનું કારણ છે. કારણ કે એવી પરિસ્થિતિ હશે, તે જ સેવાનાં કર્તવ્યને અવકાશ રહેશે, અને આપણું કર્તવ્યનું એક સ્થાયી લક્ષ્યસ્થળ રહેશે, અને આપણી કેળવણુ ઉપગ એજ માર્ગે કરી શકાશે.
અત્યારે આપણું કર્તવ્ય, ઘરમાં તેમેજ શાળાઓમાં શિક્ષણ કેવી રીતે આપવું તે શીખવાનું, તથા આપણા દેશનું અજ્ઞાન, દરિદ્રતા, રંગ, અને વિષમતા તપાસવાનું, અને તેની સામે ટક્કર ઝીલવાનું છે. હમે જે કાંઈ કાર્ય હાથમાં લે, હમને ગમે તે સલાહ આપે, તે સર્વમાં લક્ષ્યસ્થળ-મધ્યબિન્દુ આ રાખવાનું છે. રાષ્ટ્રીય ધર્મને બંધનકર્તા જે કાંઈ આપણી ઈરછા કે આપણી પ્રગતિ હોય તેને અવકાશ ન આપો. આપણા દેશમાં આપણી સેવાની જરૂર છે એ તો સ્પષ્ટ જ છે. આપણી માતૃભૂમિ છેક
For Private and Personal Use Only