________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૧૨૯
જ ગરીબ છે. “ગયું સહુ, એક આંસુડાં ધન.” એ તે નક્કી જ છે, આ દુઃખ દૂર કરવું, તે સર્વે હિન્દ માતાની ખરી પુત્રીની અંતઃકરણની અભિલાષા હોવી જોઈએ. અને આપણે દેશ પ્રથમ પંક્તિને થાય તે માટે આપણું પિતાનું તેમજ બીજા સર્વ દેશનું, જે કાંઈ ઉત્તમ હોય તે લઈને, આપણા દેશમાં એકત્ર થઈને સ્ત્રી જાતિની કેળવણી પદ્ધતિને સંગીન પાયે સ્થાપે એ તરફ પ્રયાણ હોવું જોઈએ. બીજા દેશમાં અથવા પુરૂષને જ જે ગ્ય હોય તે જ પદ્ધતિ આંખ મીંચીને ગ્રહણ કરવાની જરૂર નથી. આપણી સ્થિતિ પરિસ્થિતિને અનુકૂળ સામગ્રી લેવી જોઈએ.
પુરૂષ સ્ત્રીઓ ઉપર જન્મોજન્મથી દાબ ચલાવે છે. કાળ તથા સામાજીક પરિસ્થિતિને લીધે તેમાં સહેજસાજ ફેરફાર જોવામાં આવે છે. છેક શરૂઆતમાં–જંગલી જેમાં સ્ત્રીને ઉઘાડી રીતે ગુલામ, કામ કરનાર પશુ, મજૂર તરીકે ગણવામાં આવતી. આપણા દેશમાં ઘણે ઠેકાણે તેને જનાનખાનામાં પૂરી મૂકવામાં આવે છે, અને નવરાશના વખતનું રમકડું ગણવામાં આવે છે. ઇંગ્લંડના મધ્યસમયમાં તે કૂતરા કરતાં જરા ચઢીઆતી અને ઘડા કરતાં જરા વધારે વહાલી વસ્તુ ગણતી. વિકટેરીઆ રાણીના વખતમાં જીવનનું સુંદર આભૂષણ સ્ત્રી ગણાતી. મધુરતા, અને નિર્દોષતાની મૂર્તિ ગણાતી. પરંતુ વ્યવહારના ઉપયોગમાં તેની કાંઈ જ કિંમત નહોતી. આ જમાનામાં સ્ત્રી જાતિને પિતાની જાતનું ભાન થવા માંડ્યું છે, અને પરિસ્થિતિનાં બંધન-પાંજરાનાં દ્વાર ઠેકવા માંડ્યાં છે. પાંજરું થોડું મોટું થવા માંડ્યું છે. પરંતુ તે હજી પાંજરું તે ખરું જ. યુનિવર્સિટીમાં પરીક્ષા આપવાની પરવાનગી મળી છે, ઉત્તમ પંક્તિમાં પાસ થાય છે; પરંતુ ઈગ્લંડમાં ડિગ્રી મેળવવાને તે ભાગ્યશાળી થતી નથી. વકીલની પરીક્ષામાં પાસ થાય છે. પરંતુ આપણા દેશમાં વકીલાત કરવાની તેને પરવાનગી મળતી નથી, વ્યવહારના બીજા ધંધામાં જાય છે તે સ્ત્રી પુરૂષના પગારમાં ઘણે જ ભેદભાવ હોય છે. પર પુરૂષથી
For Private and Personal Use Only