________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષને બે બેલ.
૧૪૧
કરતાં ત્રણ ગણી સ્ત્રીઓ શિક્ષકનું કામ કરે છે. તેમાંની ઘણી માટે દરજે પહોંચેલી પણ હોય છે. શિકાગોની શાળાઓની સુપ્રિટેન્ડેન્ટ સ્ત્રી છે અને તેને ૭૨૦૦ રૂ.ને વાર્ષિક પગાર છે. સ્ત્રીઓ ઘણું ઉમદા કામ કરે છે એમ ત્યાં માલુમ પડ્યું છે. સ્ત્રીઓના ધીમા માયાળુ સ્વભાવને લીધે પ્રાથમિક શિક્ષણમાં કેટલેક લાભ થાય છે. આપણે અહીં જોઈએ છીએ કે આપણે નાની છોકરીએને નિશાળ એ એક આનંદનું સ્થળ લાગે છે અને છોકરાઓને મન એક ભારે કેદખાનું લાગે છે. તેનું કારણ એટલું જ કે છોકરીઓની નિશાળમાં સ્નેહ, દયા અને કમળતા છે, કારણ કે ત્યાં સ્ત્રીશિક્ષકે ઘણે ભાગે હોય છે. અને છેકરાઓની નિશાળમાં કઠોરતા, દુષ્ટતા, અને સોટીન અવાજ છે. તેનું કારણ કે ત્યાં નિષ્ફર પુરૂષે છે. આટલા માટે જ સ્ત્રીશિક્ષકેની જરૂર છે. જ્યાં સુધી સારા કુટુંબની સ્ત્રીઓ શિક્ષક તરીકે કેળવાશે નહિ ત્યાં સુધી ઈષ્ટ પરિણામ આવશે નહિ. નોકરી કરવી એ હીણપત છે એમ જ્યાં સુધી આપણે માનીશું ત્યાં સુધી આપણે છોકરાને સારી કેળવણી મળી શકવાની નથી એ નિશ્ચય છે. પશ્ચિમના દેશમાં છેકરીઓ મોટી ઉંમર સુધી અને કદાચ જીવનપર્યત કુંવારી રહે છે તેથી એક તે તેમના પેટના પિષણ માટે તેમજ કાંઈક ઉદ્યમ મેળવવાની ખાતર તેઓ શિક્ષકો થાય છે. અહીં કુંવારિકાની સંસ્થા નથી. પરંતુ વિધવાઓ છે તે આપણી મેટી Asset છે, પણ તેને જરા ઉપગ થતો નથી. માત્ર ધર્મધ્યાનમાં, ન્હાવા દેવામાં અને પૂજાપાઠ કરવામાં, સગા સંબંધીઓનાં ઓશીઆળાં રહીને તેમની ગાળો, અપમાન સહન કરીને કેવળ નિરર્થક જીવન પૂરાં કરે છે. તેને બદલે એ લેકે શિક્ષકે, નર્સો, દાક્તરે, દાયણે થાય તો દેશમાં Parasites ને બદલે ઉપગી અંગ થઈ શકે, અને મહાન દેશસેવા બજાવી શકે. સારા કુટુંબની સ્ત્રીઓએ પહેલ કહાડવી જોઈએ. ઇંગ્લંડમાં ફલોરેન્સ નાઈટગેલ નર્સ થઈ તે પહેલાં નર્સે કાંઈ નહોતી થતી એમ ન હતું, પણ
For Private and Personal Use Only