________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બોલ.
૧૩૭
લીધે આપણુ લાખો વણકરે ભૂખે મરતા થયા છે, એ વાતની કેઈથી ના કહી શકાશે નહિ. હવે આપણે જે છેડે વખત હાલ ચાલતી ફૂલફટાક ફેશનેને પડતી મૂકીશું, અને અંહી બનતાં જ રેશમી, સુતરાઉ, કસબી સાડીઓ, કબજા, ચેળીઓ પહેરીશું, લેસ, લટકણી, બૂટ મોજ મૂકીને, આપણે સાદે સુંદર પોષાક પહેરીશું તે ઘણું ફાયદો થશે. એક તે આપણી શેભા વધશે. કારણ કે આપણી સ્ત્રીઓને પોષાક ઘણે જ મનહર છે, તેમાં પારકાનું અનુકરણ કરવા જેવું કાંઈ છે જ નહિ. બીજું એમ કર્યાથી આપણા દેશના લાખે વેપારીઓ, મજૂરેને આશ્રય આપી શકીશું, અને ત્રીજું પુરુષને દેશસેવાને માર્ગ સરળ કરી આપીશું. શું આપણી એકનિષ્ઠાવાળી દેશભક્તિ જોયાથી આડોશી પાડેથી તે પ્રમાણે કરશે. અને સહુથી વધારે મહત્વનું આપણાં બાળકનાં કુમળાં મગજ ઉપર દેશભક્તિ, દેશને માટે પ્રેમ એ ભાવ સચોટ ઉત્પન્ન થશે, અને આગળ ઉપર એ ભાવની વૃદ્ધિ થઈને ખરા દેશહિતેચ્છુ સ્ત્રી પુરુષોને સમૂહ વધશે.
તે જ પ્રમાણે મ્યુનિસિપાલિટીના કાર્યમાં આપણે રસ લેતાં થઈશું તો શહેરની સ્વચ્છતા, બાળકની પ્રાથમિક કેળવણું, સ્ત્રીઓનાં દવાખાનાં, વિગેરેની જરૂરીઆતે, ખેડ ખાંપણે બરોબર સમજીને પુરુષોને કહી શકીશું અને તે પ્રમાણે પછી સુધારા કરવાના પ્રયત્ન થશે.
સાંસારિક રીતરીવાજોમાં પણ તેજ પ્રમાણે છે, અત્યારે તે આપણે ઘણે ભાગે સાંભળીએ છીએ કે પુરૂષે સામાજીક સુધારણામાં આપણો દેષ કહાડે છે, અને ઘણે ભાગે તે ખરે છે. જે આપણે એમ નિશ્ચય કરીશું કે છોકરીઓને સોળ વર્ષ પહેલાં પરણાવવી નથી તે મગર છે કે પુરુષે તે પહેલાં પરણાવવાને આગ્રહ કરશે? લગ્ન મરણના નકામા ખર્ચ માટે જે આપણે જ જીદ પકડીશું કે, ના, અમુક ખર્ચ તો નથી જ કરે, જાડા
For Private and Personal Use Only