________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દેશ.
૧૩૬
અને રાજકીય ઉન્નતિ માટે તન તાડીને શ્રમ કરે છે, જીવન અર્પણ કરે છે. મ્યુનિસિપાલીટી, લેજીસ્લેટિવ કાઉન્સિલેા, વિગેરેમાં વ્યાજબી હક્ક મેળવવા માટે, સ્વમાન સાચવવાને કમર કસીને બાથ ભીડે છે. કોંગ્રેસે, કોન્ફરન્સે મેળવીને દેશની સેવા બજાવે છે. સ્વદેશી, અને સ્વરાજ્યની ચળવળ ચલાવે છે. ત્યારે આપણે ક્યાં છીએ ? આપણે તે સ્ફુવારથી સાંજ સુધી પેટની પૂજા કરવામાં; આડોશી પાડોશીની જાડી કુથલી કરવામાં, સારાં સારાં તદ્દન નવી ફેશનનાં કપડાં ઘરેણાં પહેરવામાં, બહુ બહુ તે ઠેરી કરીને મેળાવડામાં જવામાં કે ગાડી ઘેાડે મહાલીને સહેલ કરવામાં જ આપણા દિવસો પૂરા કરીએ છીએ. જરા વાંચતાં આવડતું હશે તા ઉપરટપકે ન્યુઝપેપર વાંચીશું કે નાવેલેાના પારસી તરજૂમા વાંચીશું, આ ઉપરાંત આગળ કાંઈ નહિ. પણ બહેના એમાં આપણું કાંઈ વળવાનું નથી. આપણે જે આપણા ભાઇએ ને મદદ નહિ કરીએ તે એમનું કાર્ય સફળ થવાનું નથી, અને તેટલા માટે આપણે કાંઈ મ્યુનિસિપાલિટીમાં જઇને કે કાઉન્સીલેામાં કે કાન્સામાં જઈને લાંબાલાંબા હાથ કરીને ભાષણ આપવાની જરૂર નથી. એવું મ્હારૂં કહેવું છેજ નાડું, પરંતુ એક તા આપણે એ સઘળી ખાખતા ખરાખર સમજવાના પ્રયત્ન કરવાના છે. મ્યુનિસિપલ ગવર્નમેન્ટ એટલે શું ? તેના વહીવટ કેમ ચાલે છે, કાન્ગ્રેસ એટલે શું, આપણા દેશના મહાન પુરુષાએ અત્યાર સુધી શું શું કર્યું છે, આપણા દેશના રાજ્યવહિવટ કેવા છે, ડીમેાક્રસી, આટાસી, બ્યુરોક્રસી, હોમરૂલ એ શબ્દો એટલે શું, એ ખરેાખર સમજીને, આપણે પુરુષોને બતાવવું જોઇએ કે તેમના કાર્યમાં અમે પણ રસ લઇએ છીએ. અને તેમને ધીરજ દઈ ને કામમાં ઉશ્કેરવા અને મદદ કરવી તે કેવી રીતે ? ટટ્ટાન્તતરીકે સ્વદેશીના વિષય લઇએ. સ્ત્રીઓને હસ્તક એટલે વહેવાર ચાલે છે કે જો આપણે દૃઢ પ્રતિજ્ઞા લઈશું તે ઘણી વસ્તુઓ આપણાં ઘરમાં દેશી વપરાતી થશે. ખાસ કરીને સ્ત્રીઓનાં કપડાં, લીવપુલ, મેન્ચેસ્ટર, ટ્રાન્સ, ઑસ્ટ્રીઆ વિગેરે ભાગમાંથી આવતાં કપડાંને
For Private and Personal Use Only