________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
સ્ત્રીઓને સદેશ.
લહાવા માટે, રૂઢીને વળગી રહેવા ખાતર ખરા પરસેવાને પૈસે, ન્યાતવરામાં ઉરી નાંખવાની જે આપણે ના કહીશું તે શું હમે ધારે છે કે પુરુષે કરજને બેજે જન્મારા સુધી ઝીલવાને માટે એવાં ખર્ચ ઉપાડશે?
છોકરી દશ અગીઆર વર્ષની થઈ કે નિશાળેથી ઉઠાડ લઈએ છીએ. કેમકે આપણને કામની આપદા પડે છે, અથવા ન્યાતનાં બૈરાં આપણી મશ્કરી કરે છે. જે આપણે સમજીશું કે છોકરીઓને ભણાવવામાં જ એની જિંદગીનું હિત સમાએલું છે તે માત્ર આપણને ઘડી આરામ મળે, કે દેવ દર્શને, રોવા કૂટવા જવા માટે ભટકી શકાય તે ખાતર એના જીવનનું હિત ખરાબ નહિકરવાને પ્રયત્ન કરીશું. આ પ્રમાણે સ્ત્રી કેળવણીની પ્રગતિ કરીશું.
રેવા કૂટવાને, ફટાણાં ગાવાને ઘણો જ શરમ ભરેલ જંગલી રીવાજ છે કે જે આપણે પિતે જ એકઠાં થઈને કહાડી નાંખીશું તે તેમ કરવામાં પુરુષ આડે આવવાના નથી.
આ પ્રમાણે દરેક સામાજીક સુધારણાના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આપણે સહાયભૂત થઈ શકીશું.
આપણે એકનિષ્ઠાવાળાં, દઢ આગ્રહવાળાં, અને પૈર્યવાન થઈશું તે હરેક રીતે પુરુષોને મદદ કરી શકીશું. આપણું ઘર ઉપર, બાલકે ઉપર કાંઈ આફત આવે તે વખતે હિસ્ટરિકલ ન થઈ જતાં સમયસૂચકતા વાપરીને એગ્ય ઉપાયે લેતાં થઈશું તે પુરુષને આપણામાં વિશ્વાસ બેસશે અને આપણી ગએલી પ્રતિષ્ઠા પાછી મેળવી શકીશું. અત્યાર સુધી પુરુષોએ એકલે હાથે પ્રયત્ન કર્યા છે. આપણે જોઈએ છીએ કે કયાં સુધી એ લોકોને પ્રયાસ સફળ થયેલ છે. જે આપણી સહાનુભૂતિ, સહાય આપીશું, તે તેમનામાં હજાર ગણું બળ વધશે, અને જે કાર્ય
For Private and Personal Use Only