________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૧૩૫
એક વખતે અમે કેટલાંક મળીને લેડી વૈશિગ્ટનને મળવા જવાનું નક્કી કર્યું. અને એવડી મેટી બૈરીને મળવા જવું એટલે અમે તે અમારાં સારામાં સારાં લૂગડાં પહેરીને ગયાં. ત્યાં ગયાં ત્યારે એમણે તે સાદાં છીંટનાં લુગડાં પહેરેલાં હતાં અને બેઠાં બેઠાં જ ગુંથતાં હતાં. અમને બહુ જ સારી રીતે આવકાર આપે, અને થોડી વાતચીત પછી એ તો પાછાં ગુંથવા મંડ્યાં. અમારા હાથમાં તે કાંઈ ગુંથવાનું નહોતું અને આ મેટા પ્રેસીડેન્ટની પત્નીને જોઈને અમે તે વીલાં પડી ગયાં. વળી પાછળથી ઘણી જ મીઠાશ અને ધીમાશથી અમને જરા પણ માઠું ન લાગે એવી રીતે અમને કહ્યું કે આ વખતે આપણે અમેરિકન સ્ત્રીઓએ બહુ જ ઉદ્યમી થવાની જરૂર છે. કારણ કે ઈગ્લેંડ સાથે વેપાર બંધ થવાથી ઘણું જરૂરની વસ્તુઓ આવી શકતી નથી. આપણે પોતે બનાવી ન શકીએ તેવી વસ્તુઓ વગર ચલવી લેવાની ટેવ આપણે પાડવી જોઈએ. આપણા પતિ અને ભાઈઓ જ્યારે દેશભક્તિના આદર્શરૂપ થાય છે ત્યારે આપણે ઉદ્યમી થઈને દષ્ટાન્ત બેસાડવું જોઈએ.”
આ પ્રમાણે અમેરિકામાં શરૂઆતથી જ સ્ત્રીઓમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ હતી અને ધીમે ધીમે તેમાં વૃદ્ધિ થઈ હતી. તે સમયના રાષ્ટ્રીય જીવનની સઘળી માહિતી સ્ત્રીઓને હતી, અને તે જ પ્રમાણે તેમનું વર્તન હતું. ગુલામગીરી નાબુદ કરવામાં પણ સ્ત્રીઓએ ઘણો જ આગળ પડતે ભાગ લીધે હતું. આ પ્રમાણે દેશના દરેક હીલચાલમાં તેઓ આગળ પડતે ભાગ લેતી, અને સ્ત્રીએ કરી શકે એવાં સઘળાં કામ ઘણે ભાગે તો ઇશ્વરપ્રિત્યર્થે અને દેશસેવા બજાવવા ખાતર ઉપાઠ લેતી. અને તેથી પુરુષોન કાર્યમાં ઘણી જ મદદ મળતી અને તેમને ભાર ઓછો થતો.
જે સ્થિતિ તે વખતે યુનાઈટેડ સ્ટેટ્સની હતી તે જ સ્થિતિ અત્યારે આપણું દેશની છે. આપણા પુરુષે દેશની સાંસારિક
For Private and Personal Use Only