________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બોલ.
૧૨૭
સ્ત્રીઓએ ઊંચી અને ઉન્નત પદવી કયાં સાધનથી પ્રાપ્ત કરી તે પ્રશ્ન પૂછવાની હવે સુભાગ્યે જરૂર નથી રહી. સ્ત્રી જાતિને ઉદ્ધાર તેની કેળવણુના સદુપયેગને આધારે રહ્યો છે, એ વાત આપણે પણ હવે નિશ્ચયપૂર્વક માનવા માં છે. જ્યાં સુધી તેઓ અજ્ઞાન રહેશે, ત્યાં સૂધી તેઓ અવનત તથા પીડિત રહેશે, અને પુરૂષના ઉદ્યોગ તથા મનોરથમાં ભાગ લેવા શક્તિમાન થશે નહિ. પરંતુ તેઓને કેળવણી આપશે તથા તેમના પ્રયાસો સુવ્યવસ્થિત કરવામાં સહાય થશે તે તેઓ બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ બનશે. માત્ર કેળવણી, અને ઉપગી સંસ્થાઓ રોગ્ય સ્વતંત્રતા તથા જ્ઞાન આપવામાં સમર્થ છે. યુરેપ તથા અમેરિકામાં સ્ત્રીઓનાં મંડળેથી સ્ત્રીઓએ ભૂતકાળમાં નહોતી તેવી જે વધારે વિશાળ દષ્ટિ, વધારે વસ્તીર્ણ સ્નેહ પ્રાપ્ત કર્યા છે, તથા જીવન તરફ વધારે ઉજજવળ તથા સામાન્ય રીતે વધારે ઉપયોગી વૃત્તિ ધારણ કરી છે, તે સર્વ આપણે પ્રાપ્ત કરી શકીશું ભૂતકાળમાં જે આળસ તથા બેદરકારી આપણી આસપાસ વીંટળાઈ વળ્યાં છે, ને ઊંચી નીચી, ગરીબ શ્રીમંત સર્વ વર્ગની સ્ત્રીઓએ ઘણે ભાગે ખંખેરી નાંખવાનું શરૂ કર્યું છે. આ કાર્ય કાંઈ એક વર્ગ કે ધર્મ, અથવા દેશ કે ખંડમાં ચાલે છે તેમ નથી. આખી દુનીઆમાં સ્ત્રી જાતિની માનસિક ઉન્નતિ કરવાને તથા જાહેરમાં તેની પદવી ઉન્નત કરવાને એ કાર્ય હેતુ છે. આ બાબતમાં સ્ત્રી પુરૂષનાં હિત જુદાં નથી. સ્ત્રીનું હિત છે તેજ પુરૂષનું હિત છે. એક અંગ્રેજી નાટકકાર કહે છે કે “સ્ત્રીઓ પુરૂષપર સામ્રાજ્ય ચલાવે છે, તેમને પરિપૂર્ણ બનાવો, જેટલી તે વધારે સંસ્કારી થશે તેટલા વધારે સારા પુરૂષે થશે. સ્ત્રીઓના મનની કેળવણી પર પુરૂષના ડહાપણને આધાર છે.” - કેળવણીથી, જ્ઞાનથી, સ્ત્રીઓ પતિની સહચરી, તથા શુભ કાર્ય પ્રેરનાર સહકારિણી બનવા લાયક થઈ શકે, પિતાનાં છોકરાંના આચરણ વ્યવસ્થિત કરી શકે, તથા સ્નેહમય તથા સમજણ
For Private and Personal Use Only