________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
સ્ત્રીઓને સદેશ.
પંક્તિમાં એક નવીન બળ પ્રસરતું જાય છે. ગરીબ તેમજ શ્રીમંત, શિક્ષિત તેમજ અજ્ઞાન સ્ત્રીઓને તેમની પિતાની નવીન ઉપગિતાને ઉદય થતો લાગે છે. ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તરફથી ઉત્સાહ ભરી પ્રવૃત્તિ દાખલ થઈ છે. દુનિઆની મહાન પ્રગતિમાં સ્ત્રીઓ પણ સહાયભૂત બને, તે માટે પિતાની ભગિનીઓને અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરવા, અને તેમની સુધારણા કરવા સારૂ એકત્ર થવા દરેક દેશની સ્ત્રીઓ પરસ્પર આમંત્રણ કરે છે. સ્ત્રીઓની આ જાગૃતિ એ શુભ ચિફ છે. કારણ કે મનુષ્ય માત્રના બધુત્વની જે વૃત્તિ મનુષ્યજાતિમાં ફરી વળી છે તેને તે અનુરૂપ છે. અમેરિકાની સ્ત્રીઓએ જે પ્રવૃત્તિ માન્ય કરી છે, તે જ યુરોપની સ્ત્રીઓને ગ્રાહ્ય છે. ઇંગ્લેડ, મન્સ, અને જર્મનીમાંથી આખા યુરોપ ખંડપર એ પ્રવૃત્તિ ગઈ છે, અને એ ગતિ સાથે તેનું સામર્થ્ય પણ વધતું ગયું છે. આ વિગ્રહમાં છેવટે પૂર્વની સ્ત્રીઓને એ પ્રવૃત્તિના આમંત્રણનું માન થયું છે. અને તેઓ પણ વીસમા સૈકાના આ બીજા દસકામાં જે નવજીવનને ઉદય થયે છે, તેમાં પોતાને ભાગ બજાવવા લાગી છે. ઇતિહાસમાં જતાં ડેક કાળ સ્ત્રી જાતિની ઉન્નતિને આવે છે, પછી પડતીને આવે છે. દુનિઆના પ્રાચીન યુગમાં એટલે જ્યારે ઉત્તર યુરેપ જંગલીપણામાં ડુબેલે હતા, ત્યારે આપણા દેશમાં સ્ત્રીઓને જાહેર સન્માન મળતું, તથા તે કાળની સર્વ પ્રવૃત્તિઓમાં, તેમજ જ્ઞાનમાં તેમને ભાગ હતું. પરંતુ તે પછીના સમયમાં હિંદમાં સ્ત્રીની કીતિ ઝાંખી થઈ છે. આપણા દેશમાં બહારથી થતા હુમલા, અને વિગ્રહોને લીધે, ચાલતા નિરંતરના કલહથી વિદ્યા માટે તથા સ્ત્રી જાતિ માટે થતા પ્રયાસ બંધ પડ્યા. સલાહ શાન્તિમાં વૃદ્ધિ પામનારી સર્વ કળાએ ખીલી શકી નહિ, અને સત્તરમા તથા અઢારમા સૈકામાં વિગ્રહો ચાલુ રહેવાથી દેશ ઉજડ થયે, અને સ્ત્રીઓના હિત તથા તેમની કેળવણી માટે બેદરકારી થઈ તે દબાઈ ગયા, અને હમણાં જ તે બાબત ફરીથી ચેતન થવા લાગી છે.
For Private and Personal Use Only