________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
સ્ત્રીઓને સન્ડેશ.
વસાવે ત્યારે સાથે સાથે ભાવના, મહેચ્છા, સંસ્કારિતા આદિનાં પણ જનની થઈ ગુજરાતનું નવજીવન ઉજજવલ અને પ્રતાપી કરે. ગુજરાતના લેકમાં જે જે સારપ હોય તે ખીલ, કારણ કે માતાને ધર્મ છે બાળકની સારી શક્તિઓ ખીલવવાને.
અંધકાર, અજ્ઞાન, બેટા રીવાજની ગુલામગીરી, પ્રમાદ, ઉદાસીનતા વગેરેમાંથી તમે મુક્ત થઈ અમને મુક્ત કરશે નહીંવિચાર, વાણી અને વર્તનમાં વીરત્વ પ્રકાશશો નહીં ત્યાં લગી આપણે ઉદ્ધાર નથી. આ હકીકત પર આજે ઉડે વિચાર કરો અને આજથી આ દેશધર્મ યથાર્થ આચરવા માટે તૈયારી કરવા માંડે. આજથી શરૂ થયેલી પ્રવૃત્તિના બળે તમે એવાં થાઓ કે તમારી પૂજા કરવા અમે આવીએ અને તમારા પુનિત સમાગમમાં શાંતિ અને ઉત્સાહથી પ્રેરિત થઈ સંસારના સંગ્રામમાં વિજ્યકાર ગજાવીએ.
પૃથ્વીએ સત્યભામાને અવતાર લઈ શ્રીકૃષ્ણભગવાન સાથે લગ્ન કર્યા હતાં. સેળહજાર સ્ત્રીઓને કેદમાં રાખનાર નરકાસુરને પિતાને પુત્ર હોવા છતાં તેને વધ ભગવાન પાસે કરાવી સ્ત્રીજાતિને મુક્તિ અપાવી હતી. તમે પણ એ જ પૃથ્વીમૈયાની ખરી ભક્તિથી પૂજા કરશો તે અજ્ઞાન, અપગતિ, અશકિત આદિ અસુરેથી તે તમારી પણ મુક્તિ કરાવશે. માતાએ મુક્ત થશે, પિતાની સર્વે ઈશ્વરદત્ત વિભૂતિઓને વિકાસ કરવા સ્વતંત્ર અને સમર્થ થશે ત્યારે મનુષ્યજાતિનું ભાગ્ય ઉજવળ થશે.
પુણા,–૧–૧૦–૧૫.
For Private and Personal Use Only