________________
Shri Mahavir Jain Aradhana Kendra
નવા વર્ષના એ એલ.
www.kobatirth.org
નવા વર્ષના મે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલ.
( સંવત્ ૧૯૭૩ )
લેખક: સા. શારદા મહેતા; બી. એ.
૧રપ
પ્રિય બહેનો,
ગુજરાતી હિન્દુ સ્રીમંડળને સ્થપાયે આજ તેર વર્ષ થયાં છે. ઉત્તરાત્તર એની ઉન્નતિ થતી ગઈ છે. અને સમસ્ત ગુજરાતમાં જ નહિ પણ આખા હિન્દુસ્થાનમાં એની ખ્યાતિ જાણીતી છે. એના કાર્યક્રમમાં નિરંતર વધારા થએ જ જાય છે; એ જોઇને સર્વને સંતાષ થાય છે. સ્ત્રીજાતિની પ્રગતિને અર્થે જે કાંઈ પગલું ચેાગ્ય લાગે તે ગૃહણ કરવાને આ સંસ્થાનાં કાર્યવાહક તૈયાર જ હાય છે. આ સંસ્થા સ્થપાયા પછી ગુજરાતનાં બીજાં સ્થ ળામાં પણ એવી સંસ્થાએ સ્થપાઈ છે એ એક શુભ ચિહ્ન છે. પરંતુ જે કાંઈ કાર્ય થયું છે તેટલાથી સંતેાષ માનીને બેસી રહેવાને આ જમાના નથી. દિવાળીને પ્રસંગે, જૂના વર્ષની સમાપ્તિ, અને નવા વર્ષના આરંભને પ્રસંગે વેપારી લાક, તેમજ અન્ય વર્ગ પોતાને જાના હિસાબ તપાસે છે, અને નવા વર્ષની બાકી કહાડીને બજેટ કરે છે. તે પ્રમાણે આપણે પણ અત્યારે આપણા કાર્યના હિસાબ તપાસવાના છે, આપણી જાતિની સ્થિતિ ક્યાં છે, આપણે કેટલું વધ્યાં છીએ, અને કેટલું વધવાનું બાકી છે તે જોઈને તે પ્રમાણે ચોગ્ય માર્ગ હાથ ધરવાના પ્રસંગ છે. ઈશ્વર આપણા કાર્યમાં સહાય થાએ એટલી પ્રાર્થના છે.
વીસમી સદીના ઇતિહાસમાં સ્રોની ઉન્નતિના પ્રશ્ન ઘણા મહત્ત્વના છે. દુનિઆમાં ચા તરફ દરેક વર્ગની સ્ત્રીની તમામ
For Private and Personal Use Only