________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૧૨૩
પવિત્ર, શાંતિમય કરવા સફળ નિવડશે. તમારી આખી પ્રવૃત્તિ એવી રાખજે કે તમારે સાસુન્દર વિકાસ થાય.
તમે જ્ઞાનવાન, કેળવાયેલાં સંસ્કારી હશે તે અત્યારે આપણે ત્યાં જે સવાલો ઉઠે છે તે સમજી શકશે, તેમના ઉકેલમાં પુરુષોને મદદ કરી શકશે અને જીંદગીની ઘણું કડવાશ અને મુશ્કેલીઓ ઓછી કરી શકશે.
ગુજરાતમાં સર્વ ભાગની સ્ત્રીઓ આવી થાય છે ગુજરાતમાં એકતા આવે. અત્યારે ગુજરાત છિન્ન દશામાં છે. ભાષા સૌ એક બોલે છે. રીવાજ સરખા છે છતાં રાજ્યસત્તા ઠેકઠેકાણે નિરાળી છે. એક ઠેકાણે અંગ્રેજી રાજ્ય છે, બીજે ઠેકાણે ગાયકવાડી રાજ્ય છે તે ત્રીજે ઠેકાણે રજપુત રાજ્ય છે. આમ દેશના ભાગ હોવાથી દેશમાં વસતા લોકોમાં પણ એથી ભેદપ્રભેદ પડી જાય છે. પણ તમે જે કેળવાયેલી અને સંસ્કારી હશે તે તમારા સંતાને મારફત સરખી કેળવણી અને સરખા સંસ્કાર ફેલાવી ભેદપ્રભેદ દૂર કરી એકતા જન્માવશે. એકતાની લાગણી જાગશે તે સંપ આવશે, નેહ આવશે, સમૃદ્ધિ આવશે, સુખ આવશે, ગરવ આવશે;શું નહીં આવે ?
પૃથ્વીમૈયાની પૂજા કરો. ગુજરાતની પુત્રીઓ ! તમે ગુજરાતી થાઓ. કચ્છી, કાઠીઆવાડી, હાલારી, સોરઠી, ઝાલાવાડી, ગોહેલવાડી, સુરતી, ભરૂચી, અમદાવાદી, મુંબઈગરી-મટી જાઓ. જે રીવાજોથી તમારા આવા હાનિકારક ભેદ વધતા હોય અથવા તમારી એકતા. થતી ન હોય તેમને દૂર કરે. ગામ કે નગરના વતની થવા ઉપરાંત આખા ગુજરાતનાં વતની થાઓ. આ નાત કે પેલી નાતનાં થવા ઉપરાંત ગુજરાતી થાઓ. જન્મભૂમિ સર્વેની જનની છે અને તમે પણ જનનીઓ છે. તમારાં સંતાનથી ગુજરાતને
For Private and Personal Use Only