________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
સ્ત્રીઓને સદેશ.
હા લેશે, જે બાળકે પાંચ સાત વર્ષની ટુંકી સંસારયાત્રા કરી માબાપને રેતાં મૂકી ચાલ્યાં જાય છે તે લાંબું આયુષ્ય ગાળશે અને તમારી પાસે કેળવાઈ ગુજરાતનું નામ દીપાવશે. શિરીરે સુખી તે સુખી સવ વાતે. જ્ઞાન, કેળવણી માટે જેટલી મહેનત કરે તેટલી જ શરીર મજબૂત, કસાયેલું, નિરોગી, દેખાવડું કરવા પણ લેજે.
ગુજરાતને મહિમા કેમ વધે?
સુંદરતા પારખતાં આવડી-અસુંદરતા અનીતિ જેવી ખુંચવા માંડી એટલે તમારા પહેરવેશમાં, રહેણાકમાં, ભેજનમાં, વર્તનમાં વગેરે સર્વ વ્યવહારમાં નવું ચેતન આવશે, ન હાર ખીલશે. તમારે પ્રતાપ, તમારી શક્તિ, તમારી રસજ્ઞતા જગતમાં પ્રતિષ્ઠા પામશે, તમારા કરતાં વધારે હતભાગ્ય દેશે હશે તે તમારે પગલે ચાલી સુખી થઈ તમને આશીર્વાદ દેશે.
ગુજરાતનાં ઘરે, મંદિર, મહેલો, નગર, ગામની રચના સુંદર, ભવ્ય થવાને આધાર તમારી રસવૃત્તિના વિકાસ ઉપર છે. તમને ગંદું, બેડેળ ગમશે નહીં તે જ તમે ગુજરાતને ને પાડી નાંખે એવી એની રચના રચવાની પ્રેરણું કરશે. ગુજરાતના જીવનમાં આજે સંગીત, ચિત્રકળા આદિ લલિત કલાઓને આદર નથી, પણ તમારે આત્મા જાગશે અને સુંદરતા ભેગવવા અને તેનું નિર્માણ કરવા તલપશે ત્યારે તમે સંગીત, ચિત્રકલા વગેરે શીખશે. ગુજરાતમાં ઘેરે ઘેર તેમને સ્થાન આપી તમે અને તમારાં કુટુમ્બીજને આનંદી અને સુખી થશે. એ કળાઓને એવી ખાલવજે કે તમારી સર્વે ખાસીયતે, શક્તિઓ, અભિલાષાઓ, વાંછનાએ એમનામાં મૂર્ત થાય. એ મૂર્ત રૂપ માણવાથી તમારા કાર્યોમાં આરામ, ઉત્સાહ, ઉત્તેજન વધારે મળશે. એ રૂપ એવું ઘડજે કે ગુજરાતને મહિમા વધે. એ રૂપથી ગુજરાત દુનિયાને સુખી,
For Private and Personal Use Only