________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બેલ.
૧૨૧
અજ્ઞાનના પ્રચારથી અજ્ઞાનનું અંધારું નાશ પામે છે.
જ્ઞાન પરની પ્રતિને લીધે જ્ઞાનને પ્રસાર ગુજરાતમાં થશે. અજ્ઞાનનું અંધારું નાશ પામશે. જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્થળે, સાધને જન્મ પામશે. જ્ઞાનથી ગુજરાતને સુખી કરવા નાનાવિધના ઉપાયે કેટલાંક સ્ત્રીપુરુષ રચશે. જ્ઞાનની સેવામાં જ અહેરાત્ર રહેશે કારણ કે જ્ઞાન વગર બળ નથી, ઉદય નથી, સુખ નથી. એમનું જ્ઞાન ગુજરાતને ગૌરવ અપાવશે, દુનિયામાં ગુજરાતની પ્રતિષ્ઠા વધારશે અને ગુજરાત દ્વારા મનુષ્યોની સેવા અધિક કરાવશે. આ બધું કરવામાં તમે નિમિત્ત થાઓ. જ્ઞાનથી વિમુખ ન થાઓ. આજે તમે અજ્ઞાન, વહેમ, દુઃખ, અશક્તિ વગેરેનાં આશ્રયસ્થાન છે. આપણા સંસારમાં જેટલા દેષ હોય તે તમારે લીધે નાશ પામતા નથી એવી તમારી આબરૂ છે. આ અપવાદ નાશ પામે અને તમે જ્ઞાન, બુદ્ધિ, સુખ, શક્તિ, પ્રકાશ, સુંદરતા, મધુરતા આદિના પ્રવાહ બને અને ગુજરાતની વાવને વધારે ને વધારે ફલકુપ બનાવો.
સેવાનિષ્ઠ જીવનમાં થોડા વિલાસે ન હોય તે જીવતર કડવું લાગે છે. પરમેશ્વરે જે જે શક્તિ આપી છે તેમના દુરૂપગમાં દુઃખ છે, તેમ તેમના અનુપગમાં પણ દુઃખ છે. તેમનો સદુપયોગ કરવામાં ધર્મ છે અને ધર્મ ત્યાં સુખ, શાન્તિ, ગતિ છે.
સુંદરતા નિહાળવી, ઉત્પન્ન કરવી અને માણવી એ જેમ વિલાસ છે તેમ સંસ્કારિતાના અંશ છે. ગુજરાતની સ્ત્રીઓનાં શરીર સુંદર, હૃષ્ટપુષ્ટ અને પ્રતાપી થાય એ વિલાસ છતાં કર્તવ્ય છે. તમે એવાં હશે તે તમારી સંતતિ એવી થશે. અત્યારે પંદર અને વિસ વર્ષની અંદર ઉગતી જુવાનીમાં જે યુવતીઓ મૃત્યુ પામે છે તેઓ યમના પાર્ષદને પાછા કાઢી સંસારને મનમાન
૧૧
For Private and Personal Use Only