________________
Shri Mahavir Jain Aradhana Kendra
નવા વર્ષના બે એલ.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
કેળવણી અને ભણતરમાં ફેર.
કેળવણીની જરૂરિયાત વિશે આપણે આજે વિચાર કર્યાં. પણ કેળવણી અને ભણતરમાં શે ફેર ? ભણતર એટલે મગજમાં જ્ઞાનની વીગતા ભરવી તે; એ ચાર ભાષાઓ ઉકેલતાં આવડે તે. તમારી બુદ્ધિ, લાગણીએ, કલ્પનાશક્તિ વિકાસ પામી તમને સુખી કરી શકે નહીં,-જે સ્થિતિમાં પડયાં હૈ। ત્યાંથી સારી સ્થિતિમાં જવાની તીવ્ર ઉત્કંઠા તમને થાય નહીં ત્યાં લગી તમે કેળવાયાં નથી. સારી સ્થિતિ એટલે માત્ર દ્રવ્યથી પ્રાપ્ત થતી સારી સ્થિતિ નહીં, પરંતુ વિદ્યાથી, નીતિથી, ધર્મથી, સેવાથી પ્રાપ્ત થતી સારી સ્થિતિ. લક્ષ્મી ચંચળ છે છતાં આ સર્વેની દાસી છે. વપરાસથી લક્ષ્મી ખૂટવાની દહેસત રહે છે; વપરાસથી વિદ્યા, નીતિ, ધર્મ, સેવા વધારે ને વધારે વૃદ્ધિ પામે છે. આ વપરાસ ચેાગ્ય અને લાભદાયક થાય માટે તમારી સંસ્કારિતા અને ચારિત્ર્યબળ ખીલવાં જોઇએ.
જ્યાં લગી જ્ઞાન પર પ્રીતિ થઈ નથી, વસ્તુમાત્રના સંદર્ભ જાણવાની જીજ્ઞાસા તરવર તરવર થઈ નથી, નવી હકીકત અને નવા વિચારો સમજી આપણી જીંૠગીમાં એકરસ કરવાની ટેવ પડી નથી, આપણા વિચારો અને આચારામાં તેમને ભેળવી તે આપણાં જ હોય એવું કરવાની ટેવ પડી નથી, ટેવ પાડવાને અભ્યાસ નથી, ટેવ પાડવામાં આપણી જાગતીજોત અને ચપળ બુદ્ધિ વપરાઈ નથી અને વપરાતાં નિરન્તર ખીલી નથી ત્યાં લગી આપણામાં સંસ્કારિતા નથી. માત્ર ભણતરથી એ સંપાદન કરી શકાતી નથી. મન આ રસ્તે વાળવું, ઇંદ્રિયાથી મળતા અનુભવોનું વિશેાધન કરવું અને જગતમાં વસી રહેલી સુંદરતાના સર્વે જૂદા જાદા આવિર્ભાવ ગ્રહણ કરે એવી રીતે રસવૃત્તિ ખીલવવી અને કેળવવી એ સર્વે ભણતરની સાથે અભ્યાસથી થઈ શકે છે. જેએ આવી રીતે સંસ્કારી હાય તેમની
For Private and Personal Use Only