________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દેશ.
૧૨૦
બુદ્ધિ અને હૃદય અને તમારાં બુદ્ધિહૃદય કોઈ પણ પ્રકારના અંતરાય વિના મિત્ર થઈ શકે તે તેમના સંસ્કાર તમારા સંસ્કાર જાગૃત કરી ખીલવશે. તમારા પુરુષસંબંધીઓનાં અને તમારાં બુદ્ધિહૃદયની વચ્ચે તમારી કેળવણીની ખામી અને ગેરહાજરીને લીધે જે તફાવત છે,-તમારી બુદ્ધિ હાનીએ હાવાનું મ્હેણું જ્યાં લગી તમારે સાંભળવું પડે છે ત્યાં લગી એ મૈત્રી નહીં થાય અને એ મૈત્રી વગર તમારા સંસ્કારના લ્હાવો તમે માણી શકશે નહીં, તેમ તમારી સાથે પેાતાના સંસ્કારો માણવાના પ્રસંગ ન આવવાથી પુરુષાના સંસ્કારા કટાઈ જશે અને પરિણામે આપણા દેશ સંસ્કારહીન થઈ બીજા દેશેાની પંક્તિમાં પોતાની આખર્ ગુમાવશે. પણ તમે કેળવાશે, તમારા સંસ્કારેા કેળવશે તે તમે અને તમારા દેશ સર્વત્ર માન અને પ્રતિષ્ઠા પામશે.
તમારા સંસ્કારોના આવિર્ભાવ ગુજરાતના જીવનમાં થવા માંડે તે કેવા કેવા પ્રસંગેા નીપજે એનું પણ આજે સ્વગ્ન કલ્પવું ઘટે છે. પ્રથમ તા તમારી ઇંદ્રિયો અને તેમને લીધે સતેજ થતી રસવૃત્તિઓ વિશુદ્ધ, પવિત્ર, ગંભીર થશે. વિશ્વની ખુબીઓ તમે જોઈ શકશેા. સુંદર, નીતિમાન વસ્તુઓ જોઈ તેવાં થવા ઉત્સુક થશે.. અસુંદર કે અનીતિમાન વસ્તુઓને તમને કંટાળે અને તિરસ્કાર છુટશે. તમારી રહેણીકરણી, રીતભાત બધું બદલાઈ જશે. તમારા પોતામાં વધારે સુંદરતા, કોમળતા, વિશુદ્ધિ, અમીરાઈ, મધુરતા, સાધુતા, દયા, કરૂણા આવી વસશે. જીંદગીમાં રસ, હાંસ, ઉમળકા આવશે.
માણસની ખરેખરી સંસ્કારિતા એના વર્તન પરથી જણાઈ આવે છે. અંતરાત્મા સંસ્કારી હોય તે જ વર્તન ઉદાર, મીઠું, સભ્ય અને પ્રતાપી હેાય છે. ગુજરાતમાં આવાં સ્રીપુરુષ વસે એ એનું ધન્યભાગ્ય જ ને ?
For Private and Personal Use Only