________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
સ્ત્રીઓને સશ.
લગી અમે કેળવાઈશું નહીં અને અમારી અજ્ઞાન બહેનને કેળવીશું નહીં ત્યાં લગી અમારે ફલાણું ફલાણું વર્જ્ય છે. ક્યાં લગી તમારે બીજાની ખાંધે ચડી મહાલવું છે? જ્યારે તમારા પિતાના પગે દોડવું છે?
કેળવણુથી સંતાનનું ચારિત્ર્યબળ ખીલશે.
હવે તમે ઘરના પાંજરામાં પૂરાયેલાં પંખીઓ નથી. તમે બહાર મહાલે છે. અમારી સાથે અમારા મુંજશેખ, અમારી સાર્વજનિક સેવાઓમાં તમે સામેલ થાઓ છે. કેઈક કઈક વાર એકલે હાથે પણ તમે સાર્વજનિક સેવા ઉપાડે છે. દાદાભાઈ નવરોજીની જયંતિ આજ કેટલાં વર્ષો થયાં તમે જ ઉજવે છે ને? પણ જે કાર્યને માટે તમે એમનાં શીંગણ છે તે કાર્યને, સ્ત્રીકેળવણીના કાર્યને, તમારી જાત માટે અને તમારી દેશબહેનને માટે કેટલું વધાર્યું? એ સવાલ દરેક જયંતિને દિવસે પૂછે છે? - સ્ત્રીઓ કેળવાય એ ઘણું મહટી દેશસેવા છે, સ્ત્રીઓ કેળવાયેલી હશે તે તેમની સંતતિ કેળવાયેલી થવાની એ નિસંશય અને સ્વાભાવિક છે. પુરુષને પણ, તેથી, વધારે કેળવાયેલા થવાની જરૂર પડશે. કેળવાયેલી સ્ત્રી માત્ર તેમની આજ્ઞાધારક પત્ની નહીં થાય પણ તેમના સંસારની ખરેખરી સહચરી અને સહધર્મચારિણી થશે. જે પુરુષની કેળવણી અધૂરી હશે તે તેમને સંસાર દુઃખી થશે, અને દુઃખ કોઈને જોઈતું નથી એટલે તેઓ પણ ભણશે. આ શુભ દિન જ્યારે આવશે ત્યારે ગુજરાતનાં ભાગ્ય ઝળહળ પ્રકાણ્યા વગર નહીં રહે. કેળવણીથી તેનાં સંતાનનું ચારિત્ર્યબળ ખીલશે અને જ્ઞાનબળ વધશે. આ બે જ્યાં હોય ત્યાં પ્રગતિ અવશ્ય થાય છે.
તમે કેળવાશે તે આમ સીધી તથા આડકતરી રીતે તમારા સગાંઓને, નાતીલાને, દેશજનેને અને મનુષ્યને ઉન્નત થવા પ્રેરશે.
For Private and Personal Use Only