________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સન્દેશ.
ઘણી ઉચ્ચ, આધ્યાત્મિક ને સંસારને આનંદમય કરે એવી છે. આપણે આ આગળ ઘણા સુધરેલા, વિચારશીલ ને જ્ઞાની લાક હતા, તે વખત યુરોપના ઘણા આર્યેા જંગલીઝટ જેવા નાગા જંગલમાં ભટકતા હતા. આ વાતા કહેવાના હેતુ એ છે કે હાલની દુર્મલ સ્થિતિનું કારણ આપણી પુરાતન ભાવનાએ ને મનેારથાથી આપણે ભ્રષ્ટ થયા તે છે. જો આપણી પૂર્વની ઉંચાઈએ પાછા આપણે ચઢીએ અને સ્ત્રી તથા પુરુષ પાછાં પૂર્વ જેવાં સત્યવાદી, ધર્મનિષ્ઠ ને દેશાભિમાની થાય, તે આપણા ઉદય પાછા ઝટ દઈને થાય ને પૂર્વની ઉન્નત દશાએ પાછા આપણે જઇને એશીએ. ફરીથી કહું છું કે આવી ઉજળી દશા લાવવી આપણા હાથમાં છે, એટલે જો આપણે આગળના જેવા ધર્મનિષ્ઠ થઇએ તે એ રળિઆમણા દીન પાછે. આપણા ઘર ઉપર પ્રકાશશે.
ધર્મનિષ્ઠ થવું એ સઘળી જાતનાં સુખને, સઘળી જાતની આખાદીના, સઘળી જાતની રેલછેલના પાયા છે. ધર્મ શબ્દથી માત્ર જુદાં જુદાં ઈમાન સમજવાનાં નથી, પણ જગતમાં રહીને જે જે સત્ય આપણે સમજવા લાયક હોય તે સમજવું, આચરવા ચેાગ્ય હાય તે આચરવું, કહેવું તેવું કરવું, ખેલવું તેવું પાળવું, સદ્ વસ્તુને ગ્રહણ કરવી, અસદ્ વસ્તુને ત્યાગવી, એવે અર્થ એ એલના કરવાના છે. જગતમાં જન્મ લઇને સર્વને પોતપોતાનું આલેક સારૂ ને પરલેાક સારૂ કાંઈ કાંઈ કરવાનું હોય છે. હવે જો આપણે બધા પોતપોતાનું કરવાનું કામ એક ચિત્તથી, એક ભાવથી, ને શુદ્ધ ભાવનાથી કરીએ તે આપણું અત્રે જીવવું સફળ થાય છે, નહિ તેા આપણું જન્મવું વ્યર્થ છે.
આપણે જીવીને કરવાનાં કર્તવ્ય ઘણાં છે. કેટલાંક સ્ત્રીએ તથા પુરુષે અન્ને જણાંએ કરવાનાં છે. પણ સ્ત્રીએ કરવાનાં ઘણાં અગત્યનાં છે માટે તમારા મંડળ આગળ તે વીષે થોડા ઘેાડા વિચાર અત્રે દર્શાવું છું.
For Private and Personal Use Only