________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે બોલ.
તને આકર્ષે કે ખાસ સ્ત્રીત્વના ભાવને જ આકર્ષે, તે પણ હેને સ્ત્રી સાહિત્યમાં હું સમાવેશ કરું છું.
યૂરોપીય વિદ્યાનું અહીં આક્રમણ થયું તે પહેલાં આપણું જે ગુજરાતી સાહિત્ય હતું તેમાં સ્ત્રીહૃદયને આનન્દ તથા ઉચ્ચતા આપે એવું ઘણું હતું, અને તે કાળનાં સ્ત્રીપુરુષના હૃદયમાં તથા જીવનમાં તે ધામિક તથા નૈતિક સાહિત્ય ઉતર્યું હતું. આપણી વૃદ્ધ માતાઓ, દાદીએ ને અન્ય સ્ત્રીઓના મુખમાંથી પ્રાતઃકાળમાં નરસિંહ કે મીરાં, અખો કે પ્રેમાનન્દની સરલ મીઠી વાણું સાંભળવીએ મહને તે ઘણે મોહક અનુભવ લાગતે, અને જે કે એ સાહિત્ય હાલની સર્વ સ્ત્રીઓને એકસરખે આનન્દ કે બેધ આપે નહિ, ને હેમને માટે જુદા પ્રકારના સાહિત્યની જરૂર છે એ ખરું, પણ પ્રભાતનાં આ મીઠાં ગીતને ધીરે ધીરે લેપ થતું જાય છે એ તો ખરેખર આપણા હાલના જીવનની એક ન્યૂનતા જ છે.
આ જાનું સાહિત્ય કે જેમાંથી હમને હજી પણ કેટલાક ખજાને મળી આવશે, તે સાહિત્ય અંગ્રેજી વિદ્યા ને મુદ્રણકલા આવ્યા પછી, શરૂઆતમાં તે વિશેષ પ્રચાર પાયું, અને હેની સાથે જ નર્મદ, દલપતરામ, નવલરામ વગેરેએ હેની વૃદ્ધિ કરી તેમાં બીજા અંશે પણ ઉમેર્યા. કન્યાશાળાઓ વગેરે દ્વારા આ સાહિત્ય સ્ત્રી જીવનમાં વિશેષ પ્રસર્યું, ને હજી પણ ઘણે સ્થળે તેની પ્રિયતા જોવામાં આવે છે. પહેલાંના સાહિત્યમાં ધર્મ, ભક્તિ, વૈરાગ્ય નીતિ આદિ ઉપરાંત મનુષ્યસ્વભાવના ને મનુષ્યહુદયના કેટલાક સર્વ સાધારણ અંશે હતા. તેમ તે તે કાળના જીવનનું કાંઈક રસભર્યું ચિત્ર પણ તેમાં આવતું. નર્મદાશંકર આદિએ જે અંશે ઉમેર્યા, તે આવાહેતા. એમના લેખે વર્તમાન કાળને લાગુ પડતા-રેજના વ્યવહારજીવનના પ્રશ્નોની ચર્ચાથી, અને દેશની જાગૃતિ માટેના પ્રોત્સાહનથી ભરપૂર હતા; અવનતિ
For Private and Personal Use Only