________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
સીઓને સન્દેશ
તે તે પાપરૂપ જ છે. આપણા જીવનની સામાન્ય જરૂરીઆતા ને સામાન્ય આદર્શો લક્ષમાં રાખી, સીધી વ્યવહારબુદ્ધિ ને સાદી સમજથી કાર્ય કરવા મંડા-હને સફાઈદાર બનાવવાને પછી ઘણા વખત મળશે. દુર્ભિક્ષને સમયે પ્રાણરક્ષક પોષણ એ પરમ ધર્મ છે, નહિ કે પ્રાણઘાતક શાસ્ત્રાર્થ. તેથી આપણા દેશમાં ન્હાના ન્હાના સ્વતંત્ર કન્યાશિક્ષણવર્ગી નીકળ્યા છે તે બહુ આવશ્યક હતું, પણ હજી એવા બીજા ઘણા નીકળવાની જરૂર છે. હિન્દી સ્ત્રીમાં અનેક સદ્ગુણા છે, પણ સામાં એ ત્રણ જ સ્ત્રીઓ વિદ્યાને કાંઈક સંસ્કાર પામી હોય એ અવસ્થા કોઈ પણ રીતે તે સદ્ગુણાને ખીલવવાના કે સાચવી રાખવાના માર્ગ નથી—ખાસ કરીને હાલના કાળમાં.
હેાટી વયની સ્ત્રીઓની કેળવણી.
તાપણુ કન્યાઓના શિક્ષણમાં સરકાર ને મ્યુનિસિપાલિટ માળે માળેા પણ ભાગ લે છે, જ્યારે મ્હોટી ઉંમરની સ્ત્રીઓની કેળવણીનું કાર્ય તા તેવા કાઈ પણ આશ્રયરહિત જ છે. જેમ ભવિષ્યની ઉગતી પ્રજાને માટે આપણા ધર્મ આપણે મજાવીએ તેમ અત્યારની જીવતી પ્રજા તરફના ધર્માં પણ વિસરવા ન જોઇએ. ન્હાનપણમાં જેને સમૂળગી વિદ્યા મળી ન હોય ને મ્હાટપણુમાં થોડીઘણી મેળવવાની જરૂર કે ઇચ્છા થઈ હોય; અથવા તે ન્હાનપણમાં ઘેાડી વિદ્યા મળી હોય ને મ્હાટપણુમાં પતિને લીધે, કે અનુકૂળતાને લીધે, કે સ્વયંવૃત્તિથી ઉચ્ચતર કેળવણી મેળવવાની જરૂર કે અભિલાષા થઈ હોય; એવા ફક્ત એ પ્રકારની સ્ત્રીઓના વિચાર કરીએ તાપણુ હેમની સંખ્યા હવે કેટલી મ્હાટી થાય! અને હૅમની મ્હાટી વધતી જતી સંખ્યા છતાં, હૅમની વિદ્યા પ્રતિ ખાસ રુચિ છતાં કેટલીક માળાઓમાં તા હું વિદ્યા મેળવવા માટેનાં વ્યર્થ ને કરુણાજનક તરફડીઆં જોયાં છે !—તે છતાં, તેઓને માટે આપણે શું કરી
For Private and Personal Use Only