________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
સ્ત્રીઓને સદેશ.
ચર્ચાતી સ્ત્રીઓની સ્વતંત્ર કૉલેજના કરતાં પણ આ પેજના સ્ત્રીકેળવણીને અંગેને તેથી સ્ત્રીસુખને અંગે વિશેષ હિતકર થાય, એવી હારી દઢ દ્ધા છે. આ પેજનાની પદ્ધતિ વ્યાવહારિક તથા દેશકાળને અનુકૂળ, પ્રજામાં ઊંડી જામેલી વૃત્તિઓને ભ આપ્યા વિના કેળવણી માટે ઉત્સાહ કરાવે એવી હેવી જોઈએ. બાળપણમાં માતાપિતાની મુશ્કેલીથી, તે પછી લગ્ન કે ઋતુકાળથી, ને તે પછી ગૃહિણીની અવસ્થામાં ગૃહવ્યવહારથી જે જે સ્ત્રીઓનું શિક્ષણ રહી ગયું હોય ને જેઓને હવે તે શિક્ષણ મેળવવાની આકાંક્ષા હેય, તે તે સ્ત્રીઓને, તેઓના પ્રસ્તુત જીવનકાર્યમાં હેટા અન્તરાય પડે નહિ અને વિદ્યા સુલભ થઈ શકે એવી
જનાની પરમ આવશ્યકતા છે. અને એ ઉપર ગુજરાતની સ્ત્રી સંસ્થાઓ વિચાર ચલાવી વ્યાવહારિક માર્ગો કાઢશે તે તેથી ઘણાનું કલ્યાણ થશે.
સીસંસ્થા અને સાર્વજનિક સેવા.
સ્ત્રીસંસ્થાઓના બીજા એક અગત્યના કાર્ય સંબન્ધી બોલતાં હને લાગે છે કે મહારે જે કહેવાનું છે તે મુખ્યત્વે લ્હમારા મંડળને જ લાગુ પડશે. સ્ત્રી સંસ્થાઓનું એક મહત્કાર્ય સ્ત્રી જાતિને પ્રત્યક્ષપણે ઉદ્દેશીને હોય છે, તો બીજું મહત્કાર્ય સામાન્ય પ્રજાજીવનને ઉદ્દેશીને હોય છે. સ્ત્રીઓએ જાહેર પ્રજાજીવનમાં કેટલે ને કેવી રીતને ભાગ લેવા જોઈએ, અને સ્ત્રીસંસ્થાઓ એવા કાર્યપ્રદેશમાં પગ મૂકતાં ઉચિત મર્યાદાની બહાર જાય છે કે એ કાર્યક્ષેત્ર પણ “સમાનહકને લીધે હેમને ઉચિત છે એ પ્રશ્નના વિવાદમાં હું આજે ઉતરવા માગતા નથી. તેમ સમાજસુધારાની તથા આર્યસમાજની પરિષદેને અંગે જે મહિલા પરિષદ મળી છે, હેનું કાર્ય સમગ્ર પ્રજાજીવનના ઉદ્દેશથી કેટલું થયું હેનું મહને જ્ઞાન નથી. તેથી માત્ર હમારા મંડળના આ પ્રકારના કાર્યને ઉદેશીને જ હું બોલી શકીશ. અને સન્નારીઓ! તે મુખ્યત્વે
For Private and Personal Use Only