________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના એ ખેલ.
૧૧૫
છે. જન્મ આપ્યા પછી પણ મૃત્યુ લગી અનેક રીતે એ આપણુને પોષે છે,-રંજન પમાડે છે તેમ તમારે પણ તમારે પેટ અવતરેલાં સંતાનાને કેળવવાનાં છે. તમારાં સંતાના નઠારાં, નિર્માલ્ય નીવડશે તા ભાર તમારા દેશને અને તમારે માથે છે. તેમનાથી તમારા દેશ દુઃખી, અધમ થાય તે તમારી પણ એવી જ દશા થવાની.
છેકરાં અને તમારી કેળવણીમાં ફેર હશે તેા તમારાથી જ્ઞાન, અનુભવ અને ચારિત્ર્યમાં આગળ વધતાં છેકરાંએ તમારી આમાન્યા રાખશે નહીં, તમારા સ્નેહની પરવા કરશે નહીં, આમ થાય તા તમારા કુટુમ્બમાં સુખ રહેશે ? તમારૂં જીવતર સુખી રહી શકશે ? તમારી ઇચ્છા હૈા કે ન હેા-તમારી પાસે સાધન હો કે ન હા, પણ હાલના જમાનાનાં મળેા એવાં છે કે તમારાં કરાંને તમારે ભણાવવાં અને કેળવવાં પડશે. આવી સ્થિતિમાં તમારી અને એમની વચ્ચે અંતર ન રહે; કુટુમ્બના સ્નેહની પરવા ન રાખવાથી તે ખરાખ રસ્તે જઈ કુળની લાજ ગુમાવે નહીં અને દેશની આશા ધૂળધાણી કરે નહીં માટે તમારે ભણવું પડશે અને કેળવણી લેવી પડશે.
',
કેળવાયેલી સ્ત્રીએ જ માત્ર એમના પતિની સખી થઈ શકે છે; અભણ સ્ત્રી ગમે તેટલી પતિવ્રતા હાય પણ તે એના પતિની દાસી છે, તેની અધાગના કે તેનું બીજું હૃદય નથી. તેના ઘરમાં તમે કરતાકારવતા થશે; તેના ખજાનાની ચાવી તમારી પાસે રહેશે, તેના વૈભવની માજ તમે ચાખશે, પણ હૈના જીવનના ગૂઢ મંદિરમાં તમારા પ્રવેશ નહીં થાય. વર્ષી સુધી સાથે સુખદુ:ખ ભોગવ્યા છતાં ત્યાં તમે પરાયાં થવાનાં. તમારી બેપરવાઈ, જીદ, પ્રમાદ, સંકલ્પશકિતની નબળાઈથી કેટલા ઉંચે ઉડતા પુરુષોની પાંખા તમે કાપી નાંખી છે? કેટલાના હૃદયમાં શુભ વાંછનાઓને જન્મતાં જ તમે દૂધપીતી કરી દીધી
For Private and Personal Use Only