________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના બે ખેલ.
૧૧૩
વિકાસ કે સંકાચ પામે છે. પણ તમારા અનુભવ આછા અને સાધારણ છે, કારણ કે શક્તિએ વાપરવાના પ્રસંગો અને પ્રદેશે પણ તમારે માટે મર્યાદિત છે. એ પ્રસંગેા અને પ્રદેશે વધારવા તે તમારૂં અને તમારા પુરુષસંબંધીઓનું કર્તવ્ય છે, તમે શહેર અહાર ગયાં હો ત્યારે ચારે તરફ નજર નાંખા તે દૂર દૂર આકાશ અને જમીન ભળી જતાં લાગશે. જ્યાં આ પ્રમાણે થતું દેખાય તેને ક્ષિતિજ કહે છે. હવે જો તમે ટેકરાપર ચડશે તે પણ ક્ષિતિજ તમારી નજરે પડશે; છતાં નીચેથી અને ડુંગરા ઉપરથી નજર નાંખતાં તમારી અને ક્ષિતિજ વચ્ચેની જમીનના વિસ્તારની વધઘટ જણાશે. નીચેથી જોતાં જેટલેા વિસ્તાર જોયા હતા તેથી વધારે વિસ્તાર ઉપરથી ોતાં લાગશે. જેમ જેમ ઉંચાં ચડશે તેમ તેમ એ વિસ્તાર વધશે. વાયુરથમાં બેસી ઉડશેા તા તેથી પણ વિસ્તાર ઘણા જ વધી જશે. જેમ જેમ તમારી શક્તિ ઉંચી થશે તેમતેમ તમારા પ્રસંગો અને પ્રદેશેાના વિસ્તાર પણ વિસ્તરશે. ઉડશેા તેા દુનીઆ આખી તમારી છે.
તમારી શક્તિ ખીલવવા તમારે કેળવણીની જરૂર છે, માત્ર ભણતર નહીં પણ કેળવણીની જરૂર છે. સસારના જે જે બનાવા તમે તમારી ઇંદ્રિયાથી જાણેા છે તે કેળવણીથી વધારે સારી રીતે જાણી શકશે. સારાસારના વિવેક વધારે સારા કરી શકશે અને સારાં આચરણથી ઇચ્છાવૃત્તિ પણ મજબુત થશે.
કેળવાશે તે જ સંસારનું જે જ્ઞાન મનુષ્યે અનુભવથી આજ લગી મેળવ્યું છે તે તમને પ્રાપ્ત થશે. તમારા પુરુષસંબંધીઓ અને તમારી વચ્ચે જે અત્યારે અંતર છે તે ત્યારે જ નાશ પામશે. તમારા અને તેમના વિચારો સરખા થશે અને વિચારો સરખા થવાથી આચાર સરખા થશે. તેમની પ્રગતિના માર્ગમાં તમે અત્યારે વિન્ન રૂપ છે. તેને બદલે વેગ આપનાર થશે. તેમની અભિલાષાઓ નિષ્ફળ નિવડવાના કે સ્તબ્ધ રહેવાને અપજશ તમારે માથે એરાડાય છે તેને ઠેકાણે એ અભિલાષાએ
For Private and Personal Use Only