________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
સ્ત્રીઓને સદેશ.
અને પરગજુ છે તેને તમને ખ્યાલ થયે. આવા આવા અનેક દાખલા આપી તમારામાં દબાઈ રહેલી શક્તિઓને તમને અનુભવ કરાવી શકાય.
શક્તિઓ છે એટલું સાબીત થયું તેથી દેશસેવા થઈ જતી નથી. શક્તિઓ કેળવી, પ્રસંગે ઉભા કરી તેમને ઉપગ કરી, શુભ ફળ ન નીપજે ત્યાં લગી શક્તિ હોય કે ન હોય એ સરખું જ છે.
શક્તિઓ એટલે?
આપણા શરીરવડે સંસારનાં અનેક કામે આપણે કરીએ છીએ. પણ એ કામે શરીર જ નથી કરતું. શરીરમાં રહેલે આત્મા એ કામ કરે છે. શરીરની ઇકિયે દ્વારા એને સંસારનું જ્ઞાન થાય છે. પિતાની વિવેકબુદ્ધિથી જ્ઞાનની સારાસારતા તે તપાસે છે અને સંકલ્પબળથી જે સારું લાગે છે તેને તે આચરણમાં મૂકે છે. માણસની સંસારયાત્રા સુખ કે દુઃખી કરનાર આ ત્રણ શક્તિઓ છે. વિવિધ સ્વરૂપમાં એઓ પ્રગટ થાય છે. જેમની આ શક્તિ કેળવાયેલી, વિશુદ્ધ અને બળવાળી હશે તેઓ જાતે સુખી થઈ બીજાને સુખી કરી શકશે. એથી વિપરીત હશે તે પોતાની સાથે બીજાને પણ દુઃખી કરશે.
- ગુજરાતની સ્થિતિ સુધારવા આ ત્રણે શક્તિઓને કેવી રીતે તમે ઉપગ કરી શકે એ પ્રશ્ન આજના પર્વને દિવસે આપણે વિચારવાનું છે. મનુષ્યમાત્રમાં એ શક્તિઓ હોવાથી તમારામાં પણ એ છે. પણ બાળકની અને વૃદ્ધની એ શક્તિઓનાં સ્વરૂપમાં ફેર પડે છે. અનુભવ અને વપરાશથી વૃદ્ધોની શક્તિઓમાં બાળકની શક્તિઓ કરતાં આસમાન જમીનને ફેર પડી જાય છે. તમારી શક્તિઓ પણ અનુભવ અને વપરાશ પ્રમાણે
For Private and Personal Use Only