________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
સ્ત્રીઓને સંદેશ
સતેજ કરી તમે મૂર્ત કરાવશે. કવિ નાનાલાલના “ચેતન કાવ્યની નાયિકા પેઠે તમારામાં સાધનસામગ્રીની ન્યૂનતા છે એ વિલાપ કરશે નહીં તેમ એ જ કવિની “સાગરને યાચના” કાવ્યની નાયિકા પેઠે પુરુષની પ્રગતિ જોઈ સંતોષ પામશે નહીં પણ “સ્નેહમુદ્રા” ની નાયિકા પેઠે પુરુષને તેમના ધર્મનું ઉધન કરી કર્તવ્યમાં પ્રેરજે અને તે ઉપરાંત તમે ય તેમાં સામેલ થજે અને વખત આબે એકલે હાથે તમારા મનુષ્યધર્મ બજાવવા કેડ કસો.
સ્ત્રીઓએ કેળવણું લેવી જ પડશે. અજ્ઞાન અને અણકેળવાયેલી સ્ત્રીએ દેશને ભાર રૂપ છે,કુટુઓમાં ફેલાતા પ્રકાશનું “ઘરણ કરનારી છે,-પુરૂની પાંખે કાપનારી છે. એનું તમને ભાન થશે ત્યારે ગુજરાતની એક પણ સ્ત્રી અજ્ઞાની કે અણકેળવાયેલી રહેશે નહીં.
જમાને એ આવ્યું છે કે કમાવાને માટે પણ તમારે ભણવું પડશે. કદાચ કમાવાની સર્વેને જરૂર ન પડે તે પણ છોકરાં ઉછેરવા અને કેળવવામાં કેળવણીની ખાસ જરૂર પડવાની. નિર્વાહનાં સાધન મેળવવાના વ્યવસાયમાં પુરુષે એટલા બધા લીન થતા જવાના કે કુટુમ્બની વ્યવસ્થા કે છોકરાંઓની કેળવણ પર તેઓ ધ્યાન નહીં આપી શકે. બજારમાંથી ઘરની વપરાસ માટે જોઈતી ચીજે નવરાશને અભાવે પુરુષ નથી લાવી શકતા તે તે મંગાવી અથવા લાવી તમે ઘરની તજવીજ સાચવે છે. તમારાં છેકરાઓના શિક્ષણપર તેમના પિતા નજર નહીં રાખી શકે તે તમારે રાખવી પડશે. છોકરાં સારાં નીવડે તે તમારી કીતિ જગમાં પ્રસરશે, તેમ નઠારાં નીવડશે તે કુખ પણ તમારી લજવાશે. નવ માસ ઉદરમાં સંતાનને રાખવાથી જ માને ધર્મ પૂરે થતું નથી પણ તેનાં દેહ અને શક્તિઓ કેળવી ગુજરાતની સ્થિતિ સુધારે એવી તજવીજ કરે ત્યારે જ એ ધર્મ ખરેખર બજા ગણાય. ગુજરાત આપણી સર્વેની જન્મભૂમિ છે, માતા
For Private and Personal Use Only